GSTV

રાજ્યમાં Corona વાયરસનાં 1390 પોઝિટિવ દર્દીઓ સાથે 11નાં મોત, 1372 લોકો થયા સાજા

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1390 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1372 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 11 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચી ગયો છે. તો હાલમાં 86 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 117231 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 61,966 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 43 લાખ 56 હજાર 062 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,87,748 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,87,748 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 410 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Coronaના નવા કેસની સંખ્યા – 1390
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 137394
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 11
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1372
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 117231
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16710

રાજકોટમાં Coronaથી 15 દર્દીઓનાં મોત

રાજકોટમાં Coronaને કારણે છેલ્લાં 24 કલાકમાં વધુ 15 દર્દીઓના મોત નિપજ્યા છે. મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવે છે. ત્યારે ગઈકાલે મૃત્યુ પામેલ 8 પૈકી 1 દર્દીનું મોત Coronaને કારણે થયું હોવાનું ડેથ ઓડિટ કમિટીએ રિપોર્ટ આપ્યો છે.

કોંગ્રેસનાં નેતાએ Coronaને આપી મ્હાત

Corona સામે છેલ્લા 101 દિવસથી લડાઈ લડતા પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ Coronaને હરાવ્યો ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને 19 જૂને ચૂંટણી પૂર્ણ થયા બાદ 22 જૂને તરત જ Corona થયો હતો, જેથી તેઓ તાત્કાલિક સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ ત્યાં તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે હવે તબિયત સારી થતા તેઓને આવતીકાલે રજા આપવામાં આવી રહી છે.

Coronaમાં ગરબા આયોજન અંગે ડેપ્યુટી CMનું નિવેદન

Corona કાળમાં ગરબા આયોજન અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. અને જણાવ્યું કેબિનેટમાં હાલ આ મુદ્દે કોઈ ચર્ચા કરાઈ નથી. સાથે જ તેઓએ કહ્યું કે, અનલોક-5ની જાહેરાત બાદ શેરી ગરબા કે કોઈ ધાર્મિક પ્રસંગના ગરબાના આયોજન અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. નીતિન પટેલે ફરી એક વખત કહ્યું કે Coronaને પગલે સરકાર દ્વારા પહેલેથી જ રાજ્ય દ્વારા આયોજિત નવરાત્રીના કાર્યક્રમોને રદ કરાયા છે.

READ ALSO

Related posts

જૂનાગઢ/ રોપ વેની ટિકિટના ભાવ ઘટાડવા માટે રક્તરંજિત સહી ઝૂંબેશ ઉપાડી, કરી રહ્યા છે ભારે વિરોધ

Pravin Makwana

એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 62 કરોડ રૂપિયા મળ્યા, આઈટીના દેશભરમાં 42 જગ્યા પર સામૂહિક દરોડા

pratik shah

ગિરનારા રોપ-વેના ભાવનો પ્રચંડ વિરોધ થતાં ભાડામાં કર્યો મામૂલી ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!