GSTV

રાજ્યમાં Corona કેસમાં વધારો યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1408 પોઝિટિવ દર્દીઓ સાથે 14નાં મોત

કોરોના

Last Updated on September 24, 2020 by Mansi Patel

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1408 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1510 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3384 પર પહોંચી ગયો છે. તો હાલમાં 89 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 109211 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 61,904 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 40 લાખ 48 હજાર 274 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,98,996 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,98,612 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 384 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 1408
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 128949
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 14
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1510
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 109211
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16354

કચ્છમાં Coronaનો કાળો કેર

રાજ્યમાં Coronaના સતત વધી રહેલા કેસ વચ્ચે કચ્છમાં પણ Coronaના કેસ વધી રહ્યા છે. કચ્છમાં હાલની સ્થિતિએ 1 હજાર 875 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે. જેમાં અડધોઅડધ કેસ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જ સામે આવ્યા છે. જિલ્લામાં પાટનગર ભુજમાં પણ 500 થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કચ્છમાં ખાસ કરીને ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી જેવા શહેરોમાં સંક્રમણ વધુ છે. ત્યારે  આ મામલે તંત્રનું કહેવુ છે કે, કચ્છમાં વધતા કેસો વચ્ચે તંત્ર કોવિડ હોસ્પિટલની સેવામાં વધારો કરવા કાર્ય કરી રહ્યું છે. કચ્છનાં દરેક તાલુકામાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે.. ટૂંક સમયમાં રાપર અને ગાંધીધામમાં નવા કોવિડ કેર સેન્ટર બનશે.

અમદાવાદમાં 20 રેલવે કર્મચારીઓ સંક્રમિત

અમદાવાદ રેલવે મંડળની DRM ઓફિસમાં Corona વિસ્ફોટ  થયો છે. કોરોના ટેસ્ટમાં એક સાથે 20 રેલવે કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  જેથી ડીઆરએમની ઓફિસ ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઆરએમની ઓફિસમાં 300 જેટલા રેલકર્મીઓનો Corona ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ત્યારે હવે કન્ટ્રોલરૂમમાં ફરજ બજાવતા રેલકર્મીઓ જ ફરજ પર હાજર રહેશે.

રાજકોટમાં 16 દર્દીઓનાં થયા મોત

રાજકોટમાં Coronaના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 24 કલાકમાં Coronaથી  16 દર્દીઓના મોત થયા.. ગઈ કાલે રાજકોટમાં Coronaથી 17 દર્દીઓના મોત થયા હતા. રાજકોટમાં Coronaથી મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ તંત્ર દ્વારા Coronaથી થતા મોતના આંકડા છુપાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરનું મોત

રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું Coronaને કારણે મોત થયું. વર્ષ 2005 થી 2010 વોર્ડ નં.1ના ચારુબેન ચૌધરી કોર્પોરેટર હતા. ચારુબેન ચોધરીનો રીપોર્ટ Corona પોઝીટીવ આવતા તેઓ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તે દરમિયાન ચારુબેનનું મોત થયું.

READ ALSO

Related posts

Big Breaking / ટી20 પછી RCBની પણ કેપ્ટનશીપ છોડશે વિરાટ કોહલી, મેચના એક દિવસ પહેલા આપી આ જાણકારી

Zainul Ansari

દેશના ઇતિહાસની પ્રથમ ઘટના / આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, તમામ પક્ષો પ્રજાના કામ માટે આવ્યા એક સાથે

Zainul Ansari

‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!