GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજ્યમાં Corona રોકેટગતિએ, છેલ્લાં 24 કલાકમાં 712 પોઝીટીવ દર્દીઓ સાથે 21લોકોનાં મોત

ગુજરાતમાં Coronaના રેકોર્ડબ્રેક 712 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓના મોત થયા છે. જેમાંથી અમદાવાદમાં 9, સુરતમાં 4, રાજકોટમાં 4 જ્યારે મહેસાણા, અરવલ્લી, વલસાડ અને કચ્છમાં 1-1 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1927 લોકોના મોત થઇ ચૂક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 473 દર્દીઓ સાજા થયા છે. જે મળીને અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 25 હજાર 414 લોકો સાજા થયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં 8057 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે.તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 4 લાખ 04 હજાર 354 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 712
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 35398
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 21
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 473
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 25414
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 8057

અમદાવાદમાં Coronaનો કહેર વધી રહ્યો છે. પોલીસ અને ડોક્ટરો બાદ હવે Coronaએ હાઈકોર્ટમાં પ્રવેશ કર્યો છે. જેની ઝપેટમાં હવે હાઈકોર્ટના કર્મચારીઓ પણ આવી ગયા છે. હાઇકોર્ટ સંકુલમાં કામ કરતા ક્લેરીકલ વિભાગના 06 થી વધુ કર્મીઓ આવ્યો Corona પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે. આ કર્મચારીઓને લક્ષણો દેખાતા કોર્પોરેશનની ટિમને બોલાવી ટેસ્ટ કરાવ્યા હતા. જેમા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યના પોલીસ તાલીમ સેન્ટરો આવ્યાં Coronaની ઝપેટમાં, પોલીસ વડાએ માગ્યો રિપોર્ટ

રાજ્યભરના વિવિધ પોલીસ તાલીમ સેન્ટરોમાં મોટા પાયે Corona પોઝિટિવ કેસો સામે આવતા પોલીસબેડામાં ચિંતા પ્રવર્તી રહી છે. ગાંધીનગરના કરાઈ. જુનાગઢ અને વડોદરા સહિતના જિલ્લામાં ચાલતા ટ્રેનિંગ સેન્ટરોમાં 47થી વધુ પોલીસ જવાનો Coronaથી સંક્રમિત થયા છે. આથી હવે રાજ્ય પોલીસ વડાએ તમામ ટ્રેનિંગ સેન્ટરો પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

વડોદરામાં પ્રતાપનગર તાલિમ શાળામાં 19 તાલિમી જવાનોનો Corona રિપોર્ટ પોઝિટિવ

વડોદરામાં પ્રતાપનગર તાલિમ શાળામાં 19 તાલિમી જવાનોનો Corona રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે અન્ય જવાનોમાં ભય ફેલાયો છે. Coronaની મહામારીમાં પોલીસના જવાનો ફ્રન્ટલાઇન વોરિયર્સ બન્યા છે. આવા સંજોગોમાં જો વધુ પ્રમાણમાં તાલીમ લેતા પોલીસ જવાનો Coronaની ઝપેટમાં આવવાથી ગુજરાત પોલીસના અધિકારીઓ પણ સતર્ક થઇ ગયા છે.

સુરતમાં વધતો Coronaનો કહેર

સુરતમાં બપોર સુધીમાં સુરતમાં કુલ 142 કેસ નોંધાયા છે. સુરતમાં Coronaના કેસનો આંક 6100 ને પાર પહોંચી ગયો છે. સુરત ગ્રામ્યમાં Coronaનો રાફડો ફાટ્યો છે. સુરત શહેરમાં બપોર સુધીમાં 72 કેસ આવ્યા સામે આવ્યા છે. સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં 70 કેસ કોરોના પોઝિટવ આવ્યા છે. સુરત શહેરના કુલ કેસ 5346 થયા છે અને સુરત ગ્રામ્યના કુલ 763 કેસ થયા છે. શહેર અને ગ્રામ્યમાં મળી કુલ કેસ 6109 કેસ થયા છે.

ધોરાજીમાં 15 દર્દીઓ પોઝીટીવ

ધોરાજીમાં એક સાથે ૧૫ Corona પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયુ છે. ધોરાજીમાં ૩ મહિલા અને ૧૨ પુરુષના રિપોર્ટ આવ્યા પોઝિટિવ આવ્યા છે.  ધોરાજી શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસોની સંખ્યા પહોંચી ૫૪ પર પહોંચી ગઈ છે. પોઝિટિવ દર્દીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે. પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર સતર્ક થઈને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝર કરવાની કામગીરી શરૂ કરી છે. પોઝિટિવ આવેલા સમગ્ર વિસ્તારને સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સંઘપ્રદેશ દમણમાં એક સાથે કોરોનાનાં 23 કેસો નોંધાયા છે.

સૌરાષ્ટ્ર ‘અનલોક’ થતા જ કોવિડ ટેરર

સૌરાષ્ટ્રમાં પોઝીટીવ કેસમાં ૩૦૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મેના અંત સુધીમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માત્ર ગણ્યાગાંઠયા કેસ હતા જ્યાં જૂનમાં Coronaના કેસો વધવાનું શરૂ કર્યુ હતુ. બોર્ડરો ખુલતા જ કેસ રોકેટગતિએ ઉછળ્યા હતા. મોટાભાગના કેસની હિસ્ટ્રી હોટસ્પોટના ટ્રાવેલીંગ સાથે સંકળાયેલી છે. સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી જિલ્લાઓમાં હવે Coronaએ માથું ઉંચક્યુ છે. સૌરાષ્ટ્રમાં કેસની સંખ્યા-મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

READ ALSO

Related posts

અંદમાનને મળી ક્નેક્ટિવિટીની ભેટ, PM મોદીએ કહ્યું – પર્યટક સ્થળ તરીકે મળશે ઓળખાણ

pratik shah

15 ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે PM, રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યા સંકેતો

pratik shah

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!