GSTV

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં Coronaનાં રેકોર્ડબ્રેક કેસો, 1379 પોઝિટિવ દર્દીઓ સાથે 14નાં મોત

Corona

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1379 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1652 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3273 પર પહોંચી ગયો છે. તો હાલમાં 96 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 99,808 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 85,620 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 36 લાખ 09 હજાર 273 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,05,342 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,04,835  લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 507 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા- 1379
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 119088
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 14
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1652
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 99,808
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા -16007

SVPનાં 30 ડોક્ટરોને થયો Corona

Coronaના દર્દીઓ ને સારવાર કરતા 30 જેટલા ડોકટર Coronaનો શિકાર બન્યા હોવાથી એસવીપી હોસ્પીટલમાં નવા દર્દીઓ દાખલ કરવામાં આવતા નથી..હાલ પંદરસો બેડની કેપેસીટી વાળી હોસ્પિટલમાં ત્રણસો દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે  હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત સુધારા પર

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. રાજકોટમાં આવેલા આરોગ્ય સચિવ જયંતિ રવિએ અભય ભારદ્વાજના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતા કહ્યું કે અભય ભારદ્વાજને એકમો ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હજુ પણ 2 થી 3 દિવસ સુધી એકમો ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત હવે સુધારા પર છે. ભરતસિંહની તબિયતમાં સુધારો થતા હવે તેઓ ધીમેધીમે ચાલતા થયા છે… ઉલ્લેખનીય છે કે ભરતસિંહનો રીપોર્ટ Corona પોઝીટીવ આવ્યા બાદ તેમની તબિયત વધુને વધુ બગડી રહી હતી જેથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

Coronaના કેસ વધતા આરોગ્ય સચિવ જયંતિ રવિ ફરી રાજકોટ પહોંચ્યા

રાજકોટમાં Corona વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિ ફરી રાજકોટ પહોંચ્યા છે. રાજકોટમાં સતત Corona પોઝિટિવ કેસો અને મોતના આંકડામાં વધારો જોવા મળતા આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટ પહોંચ્યા. જયંતિ રવિએ સિવિલ મેડિકલ કોલેજમાં બેઠકોનો દોર શરૂ કરી સ્થિતિની સમીક્ષા કરી.

રાજકોટમાં આજે વધુ 33 દર્દીઓના મોત

રાજકોટમાં Coronaનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 33 દર્દીઓના મોત થયા.. જેમા રાજકોટ શહેરના 29,  જિલ્લાના બે અને અન્ય જિલ્લાના બે દર્દીઓનો સમાવેશ થાય છે.  રાજકોટમાં સતત Coronaના કેસ વધતા અમદાવાદથી તબીબની ટીમને મોકલવામાં આવી છે.  ત્યારે કોરોનાથી થતા મૃત્યુઆંક છુપાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં Coronaનો કહેર યથાવત

અમદાવાદમાં Corona વાયરસનો કહેર યથાવત છે. અમદાવાદમાં સતત વધતા કેસોને કારણે બુધવાર સુધીમાં Coronaના કુલ દર્દીઓની સંખ્યા 32 હજાર 108 પર પહોંચી છે. જ્યારે કે અત્યાર સુધીમાં કુલ 1 હજાર 726 દર્દીઓના મોત નિપજ્યા છે. બીજી તરફ કુલ 26 હજાર 793 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એટલે કે શહેરમાં Coronaના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3 હજાર 589 છે. જે પૈકી શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 616 કેસ નોંધાયા છે.

સુરતમાં 52 સુપર સ્પ્રેડર્સ મળ્યા

સુરતમાં ફરી એક વાર Coronaએ માથું ઉચકતા મનપાએ કવાયત હાથ ધરી છે. છેલ્લા 6 દિવસથી સુપર સ્પ્રેડરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગ દરમિયાન બાવન જેટલા  સુપર સ્પ્રેડરો મળી આવ્યા. રિક્ષાચાલક, સલૂન, શાકભાજી, ઓટો ગેરેજ, પાનના ગલ્લા, ડેરી-દૂધ વિક્રેતાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.

READ ALSO

Related posts

અમદાવાદ/ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીનું થયું કસ્ટોડિયલ ડેથ, સ્થાનિક પોલીસ આવી ફરી વિવાદમાં

pratik shah

વાહ રે તંત્ર/ શહેરની સોલા સિવિલમાંથી સામે આવ્યું ઓક્સિજન કૌભાંડ, ઓક્સિજનની અછત વચ્ચે કટકી બાજો સક્રિય

pratik shah

વડોદરા/ સિવિલ ડિફેન્સના એડિશનલ કલેક્ટરનું થયું શંકાસ્પદ મોત, માનસિક ત્રાસ મળતો હોવાની ચર્ચા ઉઠી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!