રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 996 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1147 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3646 પર પહોંચી ગયો છે. તો હાલમાં 71 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,42,799 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,192 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 54,26,621 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,44,943 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,44,661 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 282 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર
- લાંબા સમય બાદ નવા કેસ ત્રણ આંકડામાં નોંધાયા
- ત્રણ મહિના બાદ એક હજાર કરતા ઓછા કેસ નોંધાયા
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 996
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 160722
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 08
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1147
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 142799
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14277
અમદાવાદની કર્ણાવતી ક્લબમાં 4 કર્મીઓને થયો કોરોના
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી કર્ણાવતી કલબમાં કોરોનાનો કહેર જોવા મળ્યો. કર્ણાવતી કલબમાં વધુ 4 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા જેના લીધે કર્ણાવતી કલબનો એકાઉન્ટ વિભાગ બંધ કરવામાં આવ્યો. 24 ઓક્ટોબર સુધી એકાઉન્ટ વિભાગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોરોનાને કારણે કર્ણાવતી કલબ બંધ રાખવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતા એકાઉન્ટ વિભાગ બંધ કરવાની ફરજ પડી છે.

રેપિડ એન્ટીજન ટેસ્ટને લઈનેને ખુલાસો
કોરોના કહેર વધતાની સાથે સરકાર દ્વારા રેપિડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જોકે રેપિડ એન્ટીજન ટેસ્ટને લઈને ઉઠતા સવાલો વચ્ચે જીએસટીવીએ નિષ્ણાંતનો અભિપ્રાય જાણ્યો છો. અને તે અભિપ્રાય મુજબ જો કોરોનાના લક્ષણ હોય અને રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવો તે વ્યક્તિએ આરીટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે. નિષ્ણાત ડોક્ટરે કબૂલાત કરી છેકે, 50 ટકા દર્દીઓના રિપોર્ટ મા વિરોધાભાસ આવે છે. રેપિડ એન્ટીજન ટેસ્ટના પરિણામ યોગ્ય ન આવતા હોવાનો પેથોલોજિસ્ટનો દાવો કર્યો છે. આમ રેપિડ એન્ટીજન ટેસ્ટ ભરોસો રાખવોએ મોતને આમંત્રણ આપવા સમાન છે.
કોરોનાથી રાજકોટમાં 6નાં મોત
રાજકોટમાં કોરોનાનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં છ દર્દીઓના મોત થયા. ગત રોજ પણ સાત દર્દીઓના મોત થયા હતા.

રાહુલગાંધીનાં કોરોના અને અર્થવ્યવસ્થા મામલે પ્રહાર
દેશની કથળતી અર્થવ્યવસ્થા અને કોરોના સંકટને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકારને આડે હાથ લીધી છે. રાહુલ ગાંધીએ 10 દેશોના આંકડા ટ્વીટર પર શેર કર્યાં જેમાં અર્થવ્યવસ્થા અને કોરોનાને લઇને વાસ્તવિક આંકડા રજુ કર્યાં છે. જેમાં ભારતની સ્થિતિ ચિંતાજનક છે.
રાહુલ ગાંધીએ કોરોના અને અર્થવ્યવસ્થાને જારી કરેલા આંકડા અનુસાર તેમાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી પણ પાછળ છે. બાંગ્લાદેશ જ્યાં પહેલા સ્થાન પર છે, ત્યાં પાકિસ્તાન પાંચવામાં સ્થાન પર છે. આ જ યાદીમાં ભારત 11માં ક્રમે છે. આંકડા અનુસાર ભારતનો જીડીપી ગ્રોથ-2020 માઇનસ 10.3 છે, જ્યારે કોરોનાના મામલે પણ ભારતની સ્થિતિ ચિંતાજનક છે.

સ્વાસ્થ્ય પ્રધાનનું કોરોનાને લઈને મોટું નિવેદન
સ્વાસ્થ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને કોરોના વાયરસના પ્રસારને લઇને સોમવારે એક મોટું નિવેદન કર્યુ છે. તેઓએ કહ્યું છે કે આવનારા સમયમાં કોરોનાના પ્રસારને લઇને અમે વિશ્વના વિશેષજ્ઞો સાથે વૈજ્ઞાનિકોએ વાત કરી છે. તમામે અનુસંધાન અને ટેક્નોલોજીનો આધારે જણાવ્યુ છેકે ભારતમાં જો પરિસ્થિતીને ત્રણ ચાર મહિના કાબૂમાં રહેતો ફેબ્રુઆરીમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 40 હજાર થઇ જશે. ટીકાકરણ પ્રકિયાને લઇને કર્મચારીઓ અને અન્ય લોજિસ્ટિકને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રશિક્ષણ દેવાની આવશ્યકતા છે. તેઓએ કહ્યું કે અમને વિશ્વાસ છેકે ભારતના કોરોનાની વૃદ્ધીને રોકવા માટે પોતાની કોશિષોને ઓછી નહીં કરે.
READ ALSO
- ભગવંત માને પંજાબના નેતાઓની ફ્રી રેવડી બંધ કરી
- મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ
- કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે