GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

રાજ્યમાં મેમાં 300 પ્લસ અને જૂનમાં 400 પ્લસની કોરોનાએ પકડી ઝડપ, અમદાવાદ 13 હજારને પાર

  • છેલ્લા 25 દિવસમાં જ 10 હજારથી વધારે નવા પોઝીટીવ અને 650ના મોત
  • મે મહિનામાં 400ની એવરેજથી કુલ 12399 પોઝીટીવ કેસ,824 લોકોના મોત
  • જૂનમાં ત્રણ દિવસમાં જ 1323 પોઝીટીવ
  • ગુજરાતમાં આ સાથે કુલ સંક્રમણનો આંક પણ 18 હજારને પાર
  • અમદાવાદમાં 13 હજારથી વધુ થયા પોઝીટીવ

રાજ્યમાં મે મહિનામાં કોરોના પોઝીટીવના આંકે 300 પ્લસની રફતાર પકડી હતી. જે પછી ક્યારેય ઘટી નહોતી તેમ જૂન મહિનામાં કોરોના પોઝીટીવની રફતાર 400 પ્લસ થઈ ગઈ છે. કોરોના સંક્રમણના કેસ છેલ્લા 5 દિવસમાં 2173 નવા પોઝીટીવ કેસ આવ્યા છે.ગુજરાતમાં મે મહિનામાં 400ની એવરેજથી કુલ 12399 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં 824 લોકોના મોત પણ આ મહિના દરમિયાન થયા છે. જૂન મહિનાના ત્રણ દિવસમાં જ 1323 પોઝીટીવ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં આજે વધુ 485 કેસ નોંધાતા મચ્યો ફફડાટ

ગુજરાતમાં આજે વધુ 485 કેસ નોંધાતા ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંક 18 હજારને પાર થયો છે. ગુજરાતમાં અનલોક 1માં છૂટછાટો સાથે જાણે કે કોરોનાને પણ છૂટછાટ મળી ગઈ હોય તેમ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. આજે અત્યાર સુધીનો હાઈએસ્ટ રેકોર્ડબન્યો છે. ગુજરાતમાં કોરોના સુપર સ્પ્રેડરો અલગ બતાવતાં 700થી વધુ કેસ અલગ બતાવ્યા હતા પરંતુ ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 485 નવા કેસ આવ્યા એ પણ હકિકત છે. ગુજરાતમાં અત્યાર સુધી 1122 લોકોના મોત થયા છે.

કુલ 18,117 દર્દી, 1122 ના મોત અને 12,212 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ13,0639108,932
સુરત1794741191
વડોદરા114042668
ગાંધીનગર33914171
ભાવનગર1309103
બનાસકાંઠા125595
આણંદ1021087
અરવલ્લી1137106
રાજકોટ117372
મહેસાણા129676
પંચમહાલ941072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ86664
ખેડા76458
સાબરકાંઠા107377
જામનગર54342
ભરૂચ47334
કચ્છ82355
દાહોદ41032
ગીર-સોમનાથ45042
છોટાઉદેપુર33023
વલસાડ41116
નર્મદા19015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ31125
નવસારી28113
પોરબંદર1226
સુરેન્દ્રનગર42119
મોરબી403
તાપી605
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ18,117112212,212

25 દિવસમાં જ 10 હજારથી વધારે નવા પોઝીટીવ

ગુજરાતમાં અત્યાર સુધી 7 વખત 400 કરતાં વધારે પોઝીટીવ કેસ આવ્યા છે. ગુજરાતમાં સૌથી પ્રથમ 5 મેના 441 નવા કેસ આવ્યા હતા. જ્યારે હાહાકાર મચી ગયો હતો. તે પછી રાજ્યમાં કોરોના સુપરસ્ર્પેડરોને પકડવાનું અભિયાન ચાલ્યું. તેમ છતાં ગુજરાતમાં પોઝીટીવ કેસનો આંક 300થી નીચે આવ્યો નહોતો. તે પછીથી ગુજરાતમાં 390થી વધારે પોઝીટીવ કેસ પણ આવ્યા છે. ગુજરાતમાં તે પછી 20 દિવસ બાદ 25 મેના 405 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા. જે પછી છેલ્લા 5 દિવસથી 400 પ્લસ પોઝીટીવ કેસ ગુજરાતમાં આવી રહ્યા છે એ પણ હકિકત છે. ગુજરાતમાં છેલ્લા 25 દિવસમાં જ 10 હજારથી વધારે નવા પોઝીટીવ કેસ આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 25 દિવસમાં 650 લોકોના મોત પણ થયા છે.

ગુજરાતમાં 7 દિવસ નોંધાયા છે 400થી વધુ પોઝીટીવ કેસ

તારીખપોઝીટીવ કેસ
5 મે441
25 મે405
30 મે412
31 મે438
1 જૂન423
2 જૂન415
3 જૂન485

અમદાવાદમાં 900થી વધુ લોકોના થયા છે મોત

ગુજરાતમાં કોરોના પોઝીટીવ આંક વધ્યા તેમાં સૌથી વધારે અમદાવાદ અને સુરતમાં કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોના પોઝીટીવનો આંક 13 હજારને પાર થયો છે. અમદાવાદમાં આજે વધુ 290 પોઝીટીવ આવતાં કુલ આંક 13063 થયો છે. અમદાવામાં મોતનો આંક પણ 900ને પાર થયો છે. અમદાવાદમાં અત્યાર સુધી 910 લોકોના મોત કોરોનાને કારણે થયા છે.

7 દિવસ પછી એક્ટિવ કેસમાં રિવર્સ ગતિ

ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી રિકવરી દર ખૂબજ તેજ ગતિએ દોડી રહ્યો હતો તેને આજે બ્રેક વાગી છે. આજે કોરોના પોઝીટીવની ગતિ વધી ગઈ છે. ગુજરાતમા છેલ્લા 7 દિવસમાં એવરેજ 680 લોકો સાજા થતા હતા. ગઈ કાલે રેકોર્ડબ્રેક 1114 લોકો સાજા થયા હતા. સાજા થવાની તેજ ગતિમાં વિઘ્ન નડ્યું છે. આજે 7 દિવસ બાદ આ આંક નીચે આવી ગયો છે. ફક્ત 318 લોકો જ સાજા થયા છે. અને એક્ટિવ કેસમાં રિવર્સ ગતિ પકડી છે. ગઈકાલ સુધી ઘટીને 26.35 ટકા પર આવી હતા પરંતુ આજે એક્ટિવ કેસનો આંક 26.40 થયો છે. ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ છેલ્લા 11 દિવસમાં ખૂબ જ સારો મળ્યા બાદ આજે ફરી તેમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં 23 મેના એક્ટિવ કેસનો આંક ડિસ્ચાર્જ આંક કરતા વધારે હતો. ગુજરાતમાં 23 મેના રોજ 48.80 ટકા એક્ટિવ કેસ હતા.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!