GSTV

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં Coronaનાં 1430 પોઝિટિવ લોકો સાથે 17નાં મોત, 1316 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1430 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1316 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 17 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3339 પર પહોંચી ગયો છે. તો હાલમાં 89 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 105091 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 61,897 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 38 લાખ 62 હજાર 366 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,19,417 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,19,009 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 408 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા -1430
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 1,24,767
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ- 17
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા -1316
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,05,091
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16337

બહુચરાજી મામલતદાર ઓફિસમાં Coronaની એન્ટ્રી

મહેસાણાના બહુચરાજી મામલતદાર ઓફિસમાં Coronaની એન્ટ્રી થઇ હતી. નાયબ મામલતદાર, રેવન્યુ તલાટીનો Corona પોઝિટિવ આવ્યો હતો. જનસેવા કેન્દ્ર, પુરવઠા શાખા અને ઇ-ધરાની કામગીરી 14 દિવસ સ્થગિત કરાઈ. બહુચરાજી મામલતદારે પત્ર લખીને મહેસાણા જિલ્લા કલેકટરને જાણ કરી હતી.

જામનગરમાં વોરિયર્સને થયો Corona

જામનગર શહેરમાં દિન પ્રતિદિન Corona સંક્રમણ વધી રહ્યું છે. તો જામનગરમાં હવે Corona વોરિયર્સ તબીબો પણ સંક્રમિત થઈ રહ્યા છે. જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ અને કોવિડ હોસ્પિટલના મુખ્ય ઈન્ચાર્જ ડોક્ટર દીપક તિવારીને Coronaનો ચેપ લાગ્યો છે. તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ Corona સંક્રમિત થઈ રહ્યા છે. 

ઘરવેરા શાખાના કર્મચારીને Corona થયો

બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાના ઘરવેરા શાખાના કર્મચારીનો Corona પોઝીટીવ આવ્યો હતો.ત્યારબાદ પાલિકામાં સેનેટાઇઝર કરાયું હતુ. પાલિકામાં Coronaનો કેસ નોંધાતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

રાજકોટમાં Coronaથી 21 મોત

રાજકોટમાં Coronaનો કેર યથાવત છે. 24 કલાકમાં 21 દર્દીઓના મોત થયા. શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમના મોત થયા છે. રાજકોટમાં સતત વધી રહેલા કેસ વચ્ચે રાજકોટનું વહીવટી તંત્ર સબસલામતના દાવા કરી રહ્યુ છે.

READ ALSO

Related posts

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ, જમીન માફીયા વિરુદ્ધ ગાળ્યો કસાયો

pratik shah

ગોધરા/ સાતપુલ રોડ ઉપરથી 16 લાખથી વધુની જૂની ચલણી નોટો સાથે બે આરોપી ઝડપાયા

pratik shah

વડોદરા/ દુમાડ ચોકડી પાસે ફાયરિંગનો વિડીયો આવ્યો સામે, 6 રાઉન્ડ ફાયરિંગમાં 5 લોકો થયા હતા ઈજાગ્રસ્ત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!