GSTV

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં Coronaનાં 1404 પોઝિટિવ દર્દીઓ સાથે 12નાં મોત, 1336 લોકો થયા સાજા

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1404 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1336 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3431 પર પહોંચી ગયો છે. તો હાલમાં 91 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 114476 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 42 લાખ 93 હજાર 724 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,98,673 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,98,166 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 507 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા- 1404
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 134623
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ –  12
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1336
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 114476
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16716

ભાજપના નેતા શંકર ચૌધરી વગર માસ્કે ફરતા દેખાયા

રાજયભરમાં Coronaનો કેસ વધી કરી રહ્યો છે. ત્યારે બીજીતરફ Corona પ્રત્યે બેદરકારીના વધુ કેટલીક બાબતો સામે આવી છે. અમદાવાદ કોર્પોરેશન ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારના વીડિયો રિલીઝ કર્યા.જેમાં લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલીને ફરતા જોવા મળ્ય. ચા-પાણીની કીટલીથી માંડી ફૂડસ્ટોલ પર લોકોના ટોળા દેખાયા. અને આજે 27 વિસ્તારમાં રાતે 10 બાદ બજારોબંધ કરવાનો નિર્ણય કર્યો. બીજીતરફ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ કોવિડ-19ની ગાઈડલાઈનનો ઉલ્લંઘન કરતા દેખાયા. ભાજપના નેતા શંકર ચૌધરી વગર માસ્કે ઘુમતા જોવા મળ્યા.તો કોંગ્રેસ કૃષિ બિલ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયુ. પરંતુ નેતાઓ ક્યારે દંડાશે તે સવાલ છે.

રાજકોટમાં Coronaથી 17 દર્દીઓનાં મોત

રાજકોટમાં Coronaનો કેર યથાવત છે. ત્યારે આજે વધુ 17 દર્દીઓના મોત થયા. ગઈ કાલે નવ જેટલા દર્દીઓના Coronaથી મોત થયા હતા. ત્યારે આજે વધુ લોકોના Coronaથી મોત થયા છે.

પૂર્વ મુખ્યમંત્રીએ Coronaને આપી મ્હાત

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થોડા દિવસો પહેલાં Corona પોઝિટિવ થયા હતા. અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે પૂર્વ મુખ્યમંત્રીએ Coronaને હરાવ્યો છે. અને કેશુભાઈને હોસ્પિટલમાંથી સાજા થતાં રજા આપવામાં આવી છે. હવે તેઓને ઘરમાં જ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.

બેંક ઓફ બરોડાના ૪ કર્મચારીઓ Corona પોઝિટિવ

ભિલોડામાં બેંક ઓફ બરોડાના ૪ કર્મચારીઓ Corona પોઝિટિવ હોવાનું બહાર આવતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે, હાલમાં બેંકનું કામકાજ સ્થગીત કરી દેવાયુ છે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

ગિરનાર રોપ-વે સામાન્ય લોકો માટે નહિ પરંતુ માત્ર પૈસાદારો માટે જ છે, જોઈ લો આ આંકડા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!