GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

ગુજરાતમાં CORONAએ તોડ્યો રેકોર્ડ, છેલ્લાં 24 કલાકમાં 879 પોઝીટીવ દર્દીઓ સાથે 13નાં મોત

ગુજરાતમાં CORONAના રેકોર્ડબ્રેક કેસો નોંધાય રહ્યા છે. જેમાં આજે પણ 879 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 13 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં સુરતમાં પાંચ, અમદાવાદમાં 4, જૂનાગઢમાં 2 દર્દીઓના મોત થયા છે. આમ રાજ્યમાં CORONAના કારણે મૃત્યુઆંક 2047 થઇ ચૂક્યો છે. તો હાલમાં 67 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 513 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 29 હજાર 189 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 251, અમદાવાદમાં 172 કેસ, વડોદરામાં 75 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં CORONAના કેસ ઝડપભેર વધી રહ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 4 લાખ 64 હજાર 646 ટેસ્ટ કરવામા આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં CORONA નવા કેસની સંખ્યા – 879
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 41,906
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 13
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 513
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 29,189
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 10,661

દાદરાનગર હવેલી માં કોરોના ફફળાટ યથાવત

દાદરાનગર હવેલીમાં આજે પણ કોરોના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. દાદરા નગરહવેલીમાં કોરોનાનો કુલ આંક 221પર પહોંચ્યો છે. પ્રદેશમાં વધતા કોરોના સંક્રમણથી પ્રશાસન ચિંતિત બન્યુ છે.

બોટાદમાં 5 કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં એકજ દિવસમાં પાંચ નવા કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. બોટાદમાં કુલ કેસોની સંખ્યા 132 થઈ છે. બોટાદમાં 85 લોકોને કરાયા ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં 3 લોકોનાં મોત થયા છે. હાલમાં જીલ્લામાં 44 એક્ટિવ કેસ છે.

અમરેલી જીલ્લામાં કોરોનાનું સંકટ વધ્યુ

અમરેલી જીલ્લામાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. અમરેલી જિલ્લામાં 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના લીધે તંત્ર અને જીલ્લાના લોકોમા ભારે ફફડાટ ફેલાયો છે. લાઠી, ધારી, સાવરકુંડલા, ખાંભા, કુંકાવાવ, બાબરા, લીલીયા તાલુકામા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાતા તંત્રમા દોડધામ મચી ગઈ. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 152 પર પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

મધ્ય જાપાનમાં કોરોનાનો કેસો વધતાં કટોકટીની ઘોષણા, લોકોને ઘરની અંદર રહેવા જ આદેશ કરાયો

Dilip Patel

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

ચીન સામે ઊભા રહેવાનું ભૂલી જાવ, મોદીમાં એટલી હિમ્મત નથી કે, ચીનનું નામ પણ લઈ શકે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!