GSTV
Home » News » SBIએ બંધ કરી મહત્વની સર્વિસ, 31 ડિસેમ્બર સુધી કરી લો આ કામ નહી તો લેણ-દેણ કરવામાં થશે મુશ્કેલી

SBIએ બંધ કરી મહત્વની સર્વિસ, 31 ડિસેમ્બર સુધી કરી લો આ કામ નહી તો લેણ-દેણ કરવામાં થશે મુશ્કેલી

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેની એક વધુ સર્વિસ બંધ કરી દીધી છે. જો તમારુ એકાઉન્ટ એસબીઆઈમાં છે તો તમારા પર પણ તેની અસર થશે. કારણ કે 12 ડિસેમ્બરથી એસબીઆઈ જુના ચેકનો સ્વિકાર નહી કરે. તેનો મતલબ છે તમારી ચેકબુક બેકાર થઈ જશે.

ચેક બુક સરેન્ડર કરવા અને નવી ચેક બુક જાહેર કરવા માટે એસબીઆઈ તરફથી ગ્રાહકોને મેસેજ પણ મોકલવામાં આવ્યા છે. જે અનુસાર નોન સીટીએસ ચેક આવતા મહિનાથી સ્વિકાર કરવામાં નહી આવે. બેન્ક આરબીઆઈના નિર્દેશો અનુસાર આવુ કરી રહી છે.

આરબીઆઈએ અંદાજે ત્રણ મહિના પહેલા સુચના આપી હતી કે 1 જાન્યુઆરી 2019 થી નોન સીટીએસ ચેક બુકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દે, આરબીઆઈની સુચનાના પાલન માટે બેન્ક આ સેવા બંધ કરવા જઈ રહી છે. બેન્ક તેના ગ્રાહકોને જુની ચેક બુક સરેન્ડર કરીને નવી ચેક બુક લેવાની સલાહ આપી રહી છે.

નોન સીટીએસ ચેક બુક બંધ કરવાની ડેડલાઈન 31 ડિસેમ્બર છે પરંતુ એસબીઆઈએ ગ્રાહકોને મોકલેલા મેસેજમાં કહ્યુ છે કે બેન્ક 12 ડિસેમ્બરથી આ પ્રકારના ચેકનો સ્વિકાર નહી કરે. જો તમે એસબીઆઇએ કસ્ટમર છો તો તમે નવી ચેક બુક મંગાવી લો.

Read Also

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!