GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

59 હજાર રૂપિયા મળશે પગાર, આ બેન્કમાં પડી છે બમ્પર વેકેન્સી, જલ્દી કરો અપ્લાય

e vehicle industry

જો તમે ઘણાં લાંબા સમયથી નોકરીની તલાશમાં હોવ તો સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા તમને શાનદાર તક આપી રહી છે. એસબીઆઇએ સ્પેશિયાલિસ્ટ કેડર ઑફિસરના પદો પર આવેદન માંગ્યા છે. ચાલો જાણીએ આ ભરતી વિશેની જાણકારી અને કેવી રીતે કરશો અરજી…

પદોની સંખ્યા

ભારતીય સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ કેડર ઑફિસર (SCO)(સિસ્ટમ)ના પદો પર અરજી મંગાવી છે. પદોની સંખ્યા 477 છે. વધુ માહિતી માટે તમે એસબીઆઇની સત્તાવાર નોટિફિકેશન જોઇ શકો છો.

લાયકાત

પદ પ્રમાણે યોગ્યતા નક્કી કરવામાં આવી છે. જો તમે આ પદો પર અરજી કરવા માગતા હોય તો B.E./ B.Tech, MCA, M.E./M.Tech અને M.Sc.ની ડિગ્રી હોવી જરૂરી છે. વધુ માહિતી માટે નોટિફિકેશન જુઓ.

અરજીની ફી

જનરલ, EWS અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 750 રૂપિયા અને SC/ST/PWD કેટેગરીના ઉમેદવારોએ 125 રૂપિયા ફી ભરવાની રહેશે.

નોંધી લો મહત્વની તારીખો

અરજી કરવાની તારીખ-6 સપ્ટેમ્બર 2019

અરજી કરવાની અંતિમ તારીખ- 25 સપ્ટેમ્બર 2019

પરીક્ષાની સંભવિત તારીખ-20 ઓક્ટોબર 2019

વય મર્યાદા

પદો પર આવેદન કરવાની લધુત્તમ વય મર્યાદા 33 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ હોવી જોઇએ.

આ રીતે કરો અરજી

એસબીઆઇના આ પદો પર અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ. જણાવી દઇએ કે સિલેક્ટ થયેલા ઉમેદવારોની નિયુક્તિ ઑલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય પણ થઇ શકે છે.

કેવી રીતે થશે સિલેક્શન

આ પદો પર સિલેક્શન ઑનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યુના આધારે કરવામા આવશે.

પે-સ્કેલ

સ્પેશિયાલિસ્ટ કેડર ઑફિસરના પદો પર સિલેક્શન થયા બાદ ઉમેદવારોનું પે સ્કેલ 23,700 રૂપિયાથી લઇને 59,170 રૂપિયા હશે.

Read Also

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!