GSTV

સસ્તામાં મકાન-દુકાન ખરીદવાની આજે તક, દેશની સૌથી મોટી બેન્ક કરી રહી છે હરાજી

SBI

જો તમે મકાન કે દુકાન ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે આજે એટલે કે બુધવારે એક સોનેરી તક છે. હકીકતમાં દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ કેટલીક પ્રોપર્ટીની હરાજી કરી રહી છે. આ હરાજીમાં તમે પણ ભાગ લઇને સસ્તા મકાન કે દુકાન માટે ડીલ કરી શકો છો. ચાલો જણાવીએ કે તમે કેવી રીતે હરાજીમાં ભાગ લઇ શકો છો.

આ કારણે SBI કરશે પ્રોપર્ટીની હરાજી

હકીકતમાં એસબીઆઇ સમયે-સમયે તે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની હરાજી કરે છે જે ડિફોલ્ટર્સની છે. આ તે લોકો હોય છે જે સમય રહેતા બેન્કની લોન ચુકવી નથી શકતા. આ હરાજીથી બેન્ક બાકીની લોન વસૂલે છે. આ જ કારણ છે કે ફરી એકવાર એસબીઆઇ હરાજી કરી રહી છે. આ હરાજી આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ થશે.

આ રીતે કરો અપ્લાય

આ હરાજીમાં ભાગ લેવા માટે તમે ઓનલાઇન અપ્લાય કરી શકો છો. સાથે જ હરાજી વિશે વધુ માહિતી મેળવવા માટે https://bank.sbi/web/sbi-in-the-news/auction-notices/mega-e-auction લિંક પર વિઝિટ કરી શકો છો.

અહીં બેન્ક તરફથી કેટલાક જરૂરી ડિજિટલ ડોક્યુમેન્ટ્સ માગવામાં આવ્યા છે. તેમાં ડિજિટલ સિગ્નેચર ઉપરાંત કેવાયસી ડોક્યુમેન્ટ સામેલ છે. સાથે જ EMD એટલે કે અર્નેસ્ટ મની ડિપોઝીટ માગવામાં આવી છે.

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

એસબીઆઈની આ મેગા ઇ-હરાજીમાં ભાગ લેવા માટે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. તમે ખૂબ ઓછી વિગત આપીને હરાજીમાં ભાગ લઈ શકો છો. આ વિગત ઓળખ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવી છે. પોતાને બિડર તરીકે રજીસ્ટર કરવા માટે, પ્રક્રિયાને અમુક તબક્કે પૂર્ણ કરવાની રહેશે.

>> સૌ પ્રથમ કોઈ એક વેબસાઇટ http://sbi.auctiontiger.net અથવા www.bankeauifications.com/sbi પર જાઓ

>> હવે અહીં Registration પર જાઓ.

>>Registration as an individual or Organisation  પર સિલેક્ટ કરો.

>> હવે આવશ્યક માહિતી અહીં ભરો.

>>  User Agreement and Privacy Policy વાંચો.

>> હવે Register પર ક્લિક કરો.

પ્રોપર્ટી ગેરકાયદેસર તો નથી?

એસબીઆઇએ કોર્ટના આદેશ બાદ જ આ સંપત્તિઓની હરાજીનો નિર્ણય લીધો છે. તેનો અર્થ એ છે કે પ્રોપર્ટીઝની માન્યતા કે માલિકી હકને લઇને તમારે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રોપર્ટીઝ ચેન્નઇ, મુંબઇ, બેંગલોર અને દિલ્હીથી લઇને દેશના તમામ હિસ્સાઓમાં ફેલાયેલી છે. આ પ્રોપર્ટીઝની કિંમત રિયલ એસ્ટેટના મુકાબલે ઓછી રહેવાની આશા છે.

વધુ જાણકારી માટે SBIએ કેટલીક લિંક શેર કરી છે.

  • https://www.bankeauctions.com/Sbi
  • https://sbi.auctiontiger.net/EPROC/
  • https://ibapi.in
  • https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp

Read Also

Related posts

કોરોના યુદ્ધમાં કેજરીવાલ સરકારનો 5-T પ્લાન, આ રીતે દિલ્હીની જનતા વાયરસને આપશે માત

Ankita Trada

ખેડૂતો આનંદો: સરકારે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના, 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળ્યો લાભ

pratik shah

WhatsApp Forwarded Message: હવે ફક્ત આટલા વ્યક્તિ સુધી જ મોકલી શકાશે ફોરવર્ડેડ મેસેજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!