GSTV
Home » News » SBIએ ગ્રાહકોને આપી ત્રણ મોટી ભેટ, હવે નહી ચૂકવવા પડે આ ચાર્જીસ

SBIએ ગ્રાહકોને આપી ત્રણ મોટી ભેટ, હવે નહી ચૂકવવા પડે આ ચાર્જીસ

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. SBIએ કાર લોન પર પ્રોસેસિં ફીસ ઝીરો કરી દીધી છે. એટલે કે જો તમે કાર માટે ઑટો લોન લેશો તો બેન્ક તમારી પાસે પ્રોસેસિંગ ફી તરીકે કોઇ ચાર્જ નહી વસૂલે. સાથે જ બેન્કે પર્સનલ લોન અને એજ્યુકેશન લોનના રિ-પેમેન્ટ ટેન્યોર વધારી દીદાં છે. હવે તમે 6 વર્ષ માટે પર્સનલ લોન લઇ શકો છો. જણાવી દઇએ કે આમ કરવાથી લોનની ઇએમઆઇનો બોજ ગ્રાહકો પર ઓછા થઇ જશે.

SBI નહી વસૂલે પ્રોસેસિંગ ફી

બેન્ક તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, SBIએ ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં લેતાં ઑટો લોન પર પ્રોસેસિંગ ફી હટાવી દીધી છે. બેન્ક હાલ ઑટો લોન પર 8.70 ટકાના દરે વ્યાજ વસૂલે છે. સાથે જ તમે ઑટો લોન ઓનલાઇન એટલે કે ડિજિટલ પ્લેટફોર્મ YONO અને બેન્કની વેબસાઇટ દ્વારા લેશો તો તમને 0.25 ટકાની છૂટ મળશે. બેન્ક સેલેરી કસ્ટમર્સને કારની ઑન રોડ પ્રાઇસમાં 90 ટકા સુધીની લોન આપી રહી છે.

શું હોય છે પ્રોસેસિંગ ફીસ

તમે કોઇપણ લોન લેવા માટે અપ્લાય કરો તો બેન્ક તમારી પાસેથી પ્રોસેસિંગ ફી વસૂલે છે. સામાન્ય રીતે પ્રસનલ લોનની ઑફર બે પ્રકારની હોય છે. એક રીતે ઑફરમાં તમારે પ્રોસેસિંગ ફી આપવી પડે છે. આ ઉપરાંત તમારે તમામ જરૂરી દસ્તાવેજની કૉપી આપવી પડે છે. પર્સનલ લોનમાં પ્રોસેસિંગ ફી તરીકે 2-3 ટકા ચાર્જ લાગે છે.

Kisan Vikas Patra

લઇ શકો છો 20 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન

SBI ફેસ્ટિવ સીઝન પર 20 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપી રહી છે. બેન્ક તેના માટે 10.75 ટકાના દરે વ્યાજ વસૂલશે. સાથે જ SBIની રિપેમેન્ટ ટેન્યોર વધારીને 6 વર્ષ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રાહકોની ઇએમઆઇ પરનો બોજ ઘટશે.


એજ્યુકેશન લોનને લઇને લીધો આ નિર્ણય

જો તમારે વિદેશ જવાનો અથવા ઉંચો અભ્યાસ કરવાનો પ્લા હોય તો હવે તમે SBIની એજ્યુકેશન લોનનો પણ લાભ લઇ શકો છો. 50 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન પર SBI 8.25 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે. સાથે જ બેન્કે રિ-પેમેન્ટ ટેન્યોર વધારીને 15 વર્ષ કરી દીધા છે.

1 સપ્ટેમ્બરથી સસ્તી થઇ જશે હોમ લોન

SBIથી હોમ લોન લેનારા લોકો માટે ખુશખબર છે. SBIથી લોન લઇને ઘર ખરીદવું હવે સસ્તુ થઇ ગયું છે. SBIએ હોન લોનના વ્યાજ દરમાં 0.20 ટકાનો ઘટાડો કર્યો છે. એક સપ્ટેમ્બરથી હોમ લોન પર વ્યાજ દર 8.05 ટકા હશે. આરબીઆઇએ ઓગસ્ટમાં જ રેપો રેટ ઘટાડીને 5.40 ટકા કરી દીધો છે.

Read Also

Related posts

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!