GSTV
Home » News » SBIમાં FD કરાવવાનું વિચારી રહ્યા છો? પહેલા એક વખત આ જરૂરથી વાંચી લેજો

SBIમાં FD કરાવવાનું વિચારી રહ્યા છો? પહેલા એક વખત આ જરૂરથી વાંચી લેજો

State Bank of India એટલે કે દેશની સૌથી મોટી બેન્ક છે. આપણો ભરોશો અન્ય બેન્કની તુલનામાં વધુ છે. એવામાં જ્યારે આપણે પોતાના પૈસાની એફડી કરાવવાનું વિચારીએ ત્યારે આ બેન્ક પર ભરોશો સૌથી વધુ બેશે છે. FD કરાવતી વખતે અલગ-અલગ બેન્કો દ્વારા આપવામાં આવતા ઇન્ટ્રેસ્ટ રેટ પર નજર કરો.

કમ્પેરીઝન કરીને જ નિર્ણય લો કે કઈ બેન્કમાં પૈસા જમા કરવા જોઈએ. એ વાત હંમેશા ધ્યાનમાં રાખો કે તમે કેટલા સમય માટે નાણાંને ડિપોઝિટ કરવા માંગો છો. તેના પર ઈન્ટરેસ રેટ આધાર રાખે છે. અહીં જાણી લો SBI દ્વારા અલગ- અલગ લિમિટ પર આપવામાં આવતા ઈન્ટરેસ રેટ વિશે.

SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે 9 મે 2019થી રિવાઈઝ્ડ ઈન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજ દર લાગુ કર્યા છે. બેન્કિંગ સેક્ટરની બોલીમાં બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટને ટર્મ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે. આની સાથે તમને જણાવી દઈએ કે ફિક્સડ ડિપોઝિટ એ એક માધ્યમ છે જેની મદદથી તમે તમારા પૈસા બેન્કમાં એક નિશ્ચિત સમય માટે સેવ કરી તેના પર ઈન્ટરેસ લઈ શકો છો. ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટનો રેટ કોઈ પણ સામાન્ય સેવિંગ એકાઉન્ટ પર મળનાર ઈન્ટરેસથી ખૂબ વધારે હોય છે. જોકે તેના પર થતી આવક કર પાત્ર આવક હોય છે.

બેન્ક એ વાત સ્પષ્ટ રીતે જમાવે છે કે SBI પેન્શનર્સ અને સ્ટાફને આનો એડેડે ફાયદો મળે છે. આ બેન્કેના સ્ટાફ મેમ્બર છો કે તેના પૂર્વ કર્મચારી છો એટલે કે પેન્શનર છો તો તમને ફિક્સ્ડ એકાઉન્ટમાં જમા રકમ પર ઉપર જણાવવામાં આવેલા ઈન્ટરેસ રેટથી એક ટકા વધુ વ્યાજ મળશે. ત્યાંજ જો તમે એસબીઆઈ સ્ટાફની સાથે જ વરિષ્ઠ નાગરિક પણ છો તો તમને 1 ટકા ઈન્ટરેસની સાથે 0.50 ટકા ઈન્ટરેસ બન્નેનો ફાયદો મળશે.

Read Also

Related posts

અશફાક નામ બદલી બન્યો હતો રોહિત સોલંકી, હિન્દુ નેતાની હત્યાએ આયોજનપૂર્વકનું ષડયંત્ર

Nilesh Jethva

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ થઈ શકે છે રદ, ખેલાડીઓએ લીધો આ નિર્ણય

pratik shah

દબંગ 3થી મિસેઝ ચુલબુલ પાંડેએ સ્વૈગની સાથે કરી વાપસી, સલમાન બોલ્યો- સ્વાગત તો કરો આમનું

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!