GSTV
Home » News » આ બંને બેન્કે ATM ગ્રાહકો માટે શરૂ કરી ખાસ સેવા, કાર્ડ ઘરે હશે તો પણ ઉઠાવી શકશો લાભ, કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં લાગે

આ બંને બેન્કે ATM ગ્રાહકો માટે શરૂ કરી ખાસ સેવા, કાર્ડ ઘરે હશે તો પણ ઉઠાવી શકશો લાભ, કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં લાગે

દેશની સૌથી મોટી સરકારી અને પ્રાઈવેટ બેન્કોએ આજકાલ તેના ગ્રાહકોના પૈસાને સુરક્ષિત રાખવા અને તેમને વધારે નવી સર્વિસ આપવાની શરૂઆત કરી છે. મતલબ છે કે તમે તમારે કેશ જોઈએ અને એટીએમ કાર્ડ ઘરે ભૂલી ગયા છો તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. કેમકે બેન્કે કાર્ડલેસ ટ્રાન્જેક્શનની નવી સર્વિસ શરૂ કરી છે. તેનાથી તમે ક્યાંય પણ ગમે તે સમયે એટીએમ પર જઈ જેટલી વાર ઈચ્છો કેશ કાઢી શકો છો. SBI તેના માટે ગ્રાહકો પાસે કોઈ પણ ચાર્જ લેતી નથી.

SBI ગ્રાહકો આ રીતે ઉઠાવો સર્વિસનો લાભ

SBI YONO એપમાંથી પૈસા કાઢવા માટે સૌથી પહેલા તમારે YONO એપ ડાઉનલોડ કરવાની રહેશે. તેના પછી નેટબેંકિંગ યુઝર આઈડી અને પાસવર્ડ નાખો. એક્ટિવ યુઝર આઈડી અને પાસવર્ડ નાખ્યા બાદ બીજી વાર લોગિન પર ક્લિક કરો.
-એક વાર એક્ટિવેટ કર્યા બાદ તમે ઈચ્છો તો 6 આંકડાનો એમ-પિન સેટ કરી શકો છો. એપમાં લોગિન થતાં જ હોમ સ્ક્રીન પરની ડાબી બાજુ નીચેથી ત્રીજું ઓપ્શન ‘યોનો કેશ’નું છે. તેને ઓપન કરતાં તમારી સામે ‘એટીએમ’, ‘મર્ચેંટ પીઓએસ’, ‘સીએસપી’ અને કાર્ડલેસ શોપિંગના કુલ ચાર ઓપ્શન આવશે.


-ATMમાંથી પૈસા કાઢવા માટે તમારે પહેલા ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તેનાથી આગળની સ્ક્રીન પર ઉપાડવામાં આવેલા રૂપિયાની જાણકારી આપે છે. નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ 6 આંકડાનો એક મનપસંદ પિન તમારે આપવાનો રહેશે.
-નેક્સ્ટ પછી આગળની સ્ક્રીન પર ટર્મ એન્ડ કંડિશન વાળા બોક્સને ટિક કર્યા બાદ કંફર્મ પ્રેસ કરવાનું રહેશે. એટલું કરતાં જ તમારા મોબાઈલ પર પાંચ આંકડાનો કેશ ટ્રાન્જેક્શન નંબરનો મેસેજ આવશે.
-આ સીએસએન અને પીન ચાર કલાક માટે માન્ય રહેશે. સ્ટેટ બેન્કના એટીએમમાં યોનો કેશ પર ક્લિક કર્યા બાદ આ બંને નંબરનો ઉપયોગ કરીને ઉપાડી શકો છો.


કેનડા બેન્ક ગ્રાહકો આ રીતે ઉઠાવી શકશે લાભ


-કેનરા બેન્કમાંથી કાર્ડલેસ પૈસા કાઢવાની પ્રક્રિયા ઘણી સરળ છે. તેના માટે તમારે કેનરા બેન્કની એપ ડાઉનલોડ કરીને એક્ટિવેટ કરાવાની રહેશે. તેમાં પણ એક વાર રજિસ્ટ્રેશન પછી એમ પિનનું ઓપ્શન છે, જે આગળ તમારું લોગઈન કરવાનું સરળ બનાવશે.
-એપમાં લોગઈન થયા બાદ હોમ સ્ક્રીન પર એટીએમ કાર્ડલેસ કેશનું ઓપ્શન મળશે. આગળની સ્ક્રીન પર તમને જે પૈસા નીકળેલા પૈસા અને ચાર આંકડા વાળો તમારો વન ટાઈમ પિન આપવાનો રહેશે.

આગળની સ્ક્રીન પર તેને કંફર્મ કરવા માટે તમને એપ લોગઈનવાળા 6 આંકડાનો એમ-પિન ફરીથી નાખવાનો રહેશે.

તેના પછી તમારે એટીએમથી રૂપિયા નિકાસ માટે 15 મિનિટનો સમય મળશે. એટલા સમયમાં તમે રૂપિયા નહીં ઉપાડી શકો તો તમારો વન ટાઈમ પિન એક્સપાયર થઈ જશે.

કેનરા બેન્કના એટીએમમાંથી કેશલેસ નિકાસી માટે તમારે માત્ર બેન્કની સાથે રજિસ્ટર્ડ તેનો મોબાઈલ નંબર, વન ટાઈમ પિન અને ઉપાડેલા પૈસાને બ્યોરા મશીનમાં આપવાના રહેશે.

Read Also

Related posts

આ મહાશિવરાત્રી પર નાગિન લેશે પોતાનો બદલો, આ શખ્સની સામે ખુલી જશે બ્રિન્દાની હકીકત

Ankita Trada

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana

આધાર કાર્ડ બનાવવુ બન્યુ સરળ, હવે ઘર બેઠા જ આ રીતે બુક કરો તમારી એપોઈન્ટમેન્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!