SBIની આ ખાસ સ્કીમનો આજે છે છેલ્લો દિવસ, રોકાણ કરવાથી મળશે આ ત્રણ ફાયદા

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ની પહેલ પર સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) 15 ઓક્ટોબરથી સામાન્ય લોકો માટે બૉન્ડસની શરૂ થયેલી ખાસ સ્કીમ આજે (19 ઓક્ટોબરે) ખત્મ થવા જઈ રહી છે. આ યોજનામાં દેશનો કોઈ પણ નાગરિક ભાગ લઈ શકે છે. આ સ્કીમ હેઠળ ખાસ પ્રકારના બોન્ડ જાહેર કરવામાં આવશે. આ બૉન્ડમાં રોકાણ કરવાથી રોકાણકારોને 2.5 ટકાના દરથી વ્યાજ મળશે. રોકાણકારોને કેપિટલ ગેન ટેક્સમાં ડિસ્કાઉન્ટ મળશે. જોકે, રોકાણથી થતી આવક ઈન્કમટેક્ષ એક્ટ હેઠળ કરપાત્ર રહેશે.

શું છે સ્કીમ: SBIએ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા જણાવ્યું છે કે રોકાણકારોની પાસે ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવાની સારી તક છે. 15 ઓક્ટોબર 2018થી ફેબ્રુઆરી 2019 સુધી દર મહિને બૉન્ડ્સ જાહેર કરાશે. પ્રથમ તબક્કામાં રોકાણકાર 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબરની વચ્ચે બૉન્ડને સબ્સ્ક્રાઈબ કરી શકે છે. જોકે, આ બોન્ડ 23 ઓક્ટોબરથી જાહેર કરાશે.

શું છે બૉન્ડની કિંમત: ઈન્ડિયન બુલિયન એન્ડ જુલર્સ એસોસિએશન દ્વારા નક્કી કરાયેલા 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ત્રણ દિવસની સરેરાશ કિંમત બરાબર હશે. જોકે, ઑનલાઈન બૉન્ડ સબ્સક્રાઈબર કરવા અને ડિજીટલ મોડથી પેમેન્ટ કરનારા ગ્રાહકોને ગ્રામદીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ક્યારે નિકાળવામાં આવશે પૈસા: આ બૉન્ડ્સને બેંક, સ્ટૉક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ, પસંદ કરેલી પોસ્ટ ઑફિસ સિવાય સ્ટૉક એક્સચેન્જ દ્વારા પણ ખરીદી શકાશે. આ બૉન્ડ્સ 8 વર્ષ બાદ પરિપક્વ થશે. જેનો અર્થ સ્પષ્ટ છે કે 8 વર્ષ બાદ તેને વેચી પૈસા નિકાળી શકાય છે. જોકે, રોકાણકાર પાંચમા, છઠ્ઠમા અને સાતમા વર્ષે પણ બૉન્ડ્સને વેચી શકે છે.

કેવી રીતે ખરીદશો: બૉન્ડ ખરીદવા માટે રોકાણકાર ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા ઑનલાઈન પેમેન્ટ કરી શકે છે. આ સિવાય કેશ પેમેન્ટની પણ સુવિધા મળશે પરંતુ આ સ્થિતિમાં તેઓ મહત્તમ 20,000 રૂપિયાની કિંમતના બોન્ડ ખરીદી શકે છે.

દેશના કોઈ પણ વ્યક્તિગત હિન્દૂ, અવિભાજીત પરિવાર, ટ્રસ્ટ, યૂનિવર્સિટીઝ અને ચેરિટેબલ સંસ્થાઓ આ બૉન્ડને ખરીદી શકે છે. રોકાણકાર ઓછામાં ઓછા એક ગ્રામ અથવા તેના ગુણાંકના રૂપમાં બૉન્ડ ખરીદી શકે છે. વ્યક્તિગત 500 ગ્રામ અને હિન્દૂ અવિભાજીત પરિવાર એક વર્ષ દરમ્યાન મહત્તમ 4 કિલોગ્રામ સોનાની કિંમત બરાબર સુધીના બોન્ડ ખરીદી શકે છે. પરંતુ સંસ્થાઓને 20 કિલોગ્રામ સુધીની કિંમતનો બૉન્ડ ખરીદવાની છૂટ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter