GSTV

બજેટમાં નવા ટેક્સ કરતાં બાકી વસુલાત પર ફોકસ કરજો : મોદી સરકારને એસબીઆઈએ આપી સલાહ, આમ આદમી હજુ આઘાતમાં

૧લી ફેબુ્રઆરીના રજુ થનારા કેન્દ્રના બજેટ પહેલા એસબીઆઈના અર્થશાસ્ત્રીઓએ નવા વેરાઓ નાખવાથી દૂર રહેવા તથા સ્રોતો ઊભા કરવા અગાઉના કેસોની ઝડપી પતાવટ કરવાના માર્ગો શોધવા પર ભાર આપવા સરકારને અનુરોધ કર્યો છે. મહામારી અને તેના પરિણામોને ધ્યાનમાં રાખી સરકારે આરોગ્યસંભાળ ક્ષેત્રે રૂપિયા ૨.૫૦ લાખ કરોડના વધારાના ખર્ચની બજેટમાં જોગવાઈ કરવી રહી. વર્તમાન નાણાં વર્ષમાં સરકારે આરોગ્યસંભાળ ક્ષેત્રે જીડીપીના માત્ર એક ટકા જેટલી રકમ ફાળવી હતી.

બજેટમાં કોઈપણ નવા વેરા લાદવા જોઈએ નહીં. આગામી નાણાં વર્ષ માટેનું બજેટ વેરા મોરચે રાહતવાળું બજેટ બની રહે તેવી આપણે આશા રાખીએ એમ એસબીઆઈ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે. વેરાને લગતા કેસોની કાયમી પતાવટ કરવાના સરકારના પ્રમાણિક પ્રયાસો ગેમ ચેન્જર બની શકશે. નાણાં વર્ષ ૨૦૧૯ સુધીના ઉપલબ્ધ આંકડાઓ પર નજર નાખવામાં આવતા જણાય છે કે, રૂપિયા ૯.૫૦ લાખ કરોડ જેટલી રકમને આવરી લેતા વિવિધ કેસો વિવાદ હેઠળ છે.

વિવાદ હેઠળના કેસોમાં રૂપિયા ૪.૦૫ લાખ કરોડ કોર્પોરેટ ટેકસને લગતા તથા રૂપિયા ૩.૯૭ લાખ કરોડ આવક વેરાને લગતા કેસો છે જ્યારે રૂપિયા ૧.૫૪ લાખ કરોડની રકમ કોમોડિટીસ તથા સર્વિસ ટેકસને લગતી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. કોરોનાને લગતો કોઈપણ સેસ માત્ર એક વર્ષ પૂરતું જ રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!