બેન્ક એકાઉન્ટ સેફ રાખવા માટે જરૂરી છે કે મેલવેર અને આવા અન્ય ખતરાઓથી પોતાની ડિવાઇસને સેફ રાખવામાં આવે. યુએસબી ડિવાઇસીસની મદદથી સરળતાથી મેલવેર ઇન્ફેક્શન થઇ શકે છે કારણ કે તેને અનેક ડિવાઇસીસમાં લગાવવામાં આવે છે અને સેફ્ટીની ચિંતા કર્યા વિના યુઝર્સ ઉપયોગમાં લે છે. ડેટા ચોરી અને વાયરસ ઇન્ફેક્શન માટે જવાબદાર યુએસબી ડિવાઇસીસનો ઉપયોગ કરતી વખતે કેવી રીતે સુરક્ષિત રહી શકાય, તેની રીત સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ જણાવી છે.
SBI તરફથી કેટલીક સેફ્ટી ટિપ્સ ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. @TheOfficialSBI એકાઉન્ટ પર કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યુ છે, જો તમે બેદરકારીથી ઉપયોહ કરતાં હોય તો બની શકે છે કે તમારી યુએસબી ડિવાઇસ કોઇ ખતરનાક મેલવેરથી ઇન્ફેટક્ટે હોય.

પોતાની ડિવાઇસને મેલવેરથી પ્રોટેક્ટેડ રાખવા માટે નીચે આપવામાં આવેલા સ્ટેપ્સ ફોલો કરો. આ ટ્વીટમાં જ એક શોર્ટ વીડિયો સામેલ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે શું કરવુ અને શું નહી.
Your USB device is most likely to be affected by dangerous malware if you use it recklessly. Follow these simple security measures to protect your device.#BeAlert #BeSafe pic.twitter.com/xHPO1Q0dCU
— State Bank of India (@TheOfficialSBI) July 8, 2020
શું કરશો?
યુએસબી ડિવાઇસને એક્સેસ કરવા પહેલા લેટેસ્ટ એંટીવાયરસથી સ્કેન કરો.
ડિવાઇસ પર પાસવર્ડ પ્રોટેક્શન લગાવીને રાખો.
બેન્ક સ્ટેટમેન્ટ સાથે જોડાયેલી ફાઇલ્સ અને ફોલ્ડર્સને એનક્રિપ્ટ કરીને રાખો.
યુએસબીમાં ડેટા કોપી કરવા માટે યુએસબી સિક્યોરિટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.
શું ન કરશો
અજાણ્યા લોકો પાસેથી કોઇપણ પ્રકારની પ્રમોશનલ યુએસબી ડિવાઇસ એક્સેપ્ટ ન કરો.
ક્યારેય પણ પોતાની સેન્સેટિવ જાણકારી જેવી કે- બેન્ક ડિટેલ્સ અને પાસવર્ડ યુએસબી ડિસ્ક પર ના રાખો.
ક્યારેય પણ વાયરસ ઇન્ફેક્ટેડ સિસ્ટમમાં પોતાની યુએસબી ડિવાઇસ પ્લગ ઇન ના કરો.
Read Also
- આકરી કસોટી/2020નો કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ જાહેર : ભારત આ નંબરે, આ 2 દેશોમાં છે નહિવત ભ્રષ્ટાચાર
- મોડાસા/ કોંગ્રેસના 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા, રાજકારણમાં અટકળો શરૂ
- કાર્યવાહી/ ગુજરાતમાં કોરોના રેપિડ ટેસ્ટના નામે ફર્જિવાડો, ડોક્ટર સહિત 3 કર્મચારીઓ ભરાઈ ગયા
- ઢળતી ઉંમરે પેંશનની સમસ્યામાંથી મળશે છુટકારો! 1 એપ્રિલથી શરૂ થઈ રહી છે આ પેંશન યોજના, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો
- બમ્પર વળતર/ પીએમ મોદીએ પણ 8.43 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે એ યોજનામાં કરો રોકાણ, પોસ્ટઓફિસની છે આ ઉત્તમ યોજના