GSTV

તહેવારો પહેલાં આ બેન્કના ગ્રાહકોને મોટો આંચકો, હવે ATMમાંથી આટલી જ રકમ ઉપાડી શકાશે

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે એસબીઆઇએ એક દિવસમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાની સીમામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 31 ઓક્ટોબરથી બેન્કના ગ્રાહકો એક દિવસમાં 20,000 રૂપિયાથી વધુની રકમ નહી ઉપાડી શકે. હાલ આ સીમા 40,000 રૂપિયાની છે.

એસબીઆઇ બ્રાન્ચીસને આપવામાં આવેલા આદેશ મુજબ, બેન્કોએ એટીએમ ટ્રાન્જેક્શનમાં થઇ રહેલી છેતરપીંડીની ફરિયાદોને ધ્યાનમાં લેતા ડિજિટલ-કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી કેશ વિડ્રોઅલની સીમા ધટાડવાનો નિર્ણય લીધો છે. ક્લાસિક અને મેસ્ટ્રો પ્લેટફોર્મ પર આપવામાં આવેલા ડેબિટ કાર્ડથી પણ વિડ્રોઅલની સીમા ઘટાડી દેવામાં આવી છે. કેશ વિડ્રોઅલની સીમામાં આ ઘટાડો તહેવારો પહેલાં જ શરૂ કરી દેવામાં આવી છે.

ખાતા ધારકોની મુશ્કેલીઓ વધી શકે છે

SBIએ પોતાની તમામ બ્રાંન્ચને એટીએમ ટ્રાન્જેક્શનમાં આવી રહેલી ફરિયાદને ધ્યાનમાં રાખીને એટીએમમાં  નાણા કાઢવાના નિયમમાં ફેરફાર કર્યા છે. SBIએ Classic અને Maestro નામના ડેબિટ કાર્ડના નિયમમાં ફેરફાર કર્યો છે. SBI દ્વારા દિવાળી પહેલા નિયમમાં ફેરફાર કરવામાં આવતા  ખાતા ધારકોની મુશ્કેલી વધી શકે છે.

સરકારક ડિજિટલ ટ્રાન્જેક્શન પર ભાર આપી રહી છે તેમ છતાં રોકડની માંગમાં ઘટાડો થયો નથી. કેટલાંક અંદાજ મુજબ બજારમાં રોકડનો પ્રવાહ નોટબંધી પહેલાંના સ્તર સુધી પહોંચી ગયો છે. તેવામાં ગત કેટલાંક વર્ષોમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે જેમાં કાર્ડનું ક્લોન બનાવતાં ઠગ બેન્ક ગ્રાહકોના ડેબિટ કાર્ડનો પિન ચોરીથી લગાવેલા કેમેરા અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા જાણી લે છે.

તહેવારો પહેલાં SBIનો મોટો નિર્ણય

SBIએ બ્રાંચોને આપેલા આદેશમાં કહ્યું છે કે, એટીએમ ટ્રાંજેક્શનમાં ગડબડીની ફરિયાદોને ધ્યાનમાં રાખતા અને ડિજિટલ-કેશલેસ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવાના હેતુસર રોકડ રકમ કાઢવાની મર્યાદા ઘટાડવામાં આવી છે. ‘Classic’ અને ‘Maestro’ પ્લેટફોર્મ પર ડેબિટ કાર્ડમાંથી નિક્ળતી મર્યાદા ઘટાડી દેવામાં આવી છે.

રોકડ રકમની મર્યાદા પરનો કાપ બરાબર તહેવારોની સીઝન પહેલા જ મુકવામાં આવ્યો છે. સરકાર દ્વારા ડિજિટલ ટ્રાંજેક્શન પર ભાર આપવા છતાંયે કેસની ડિમાંડ વધારે હતી. કેટલાક અનુંમાન પ્રમાણે બજારમાં કેસ ફ્લો નોટબંધીના અગાઉના સ્તરે પહોંચી ગયો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કેસ ધ્યાનમાં આવ્યા છે કે, કાર્ડ ક્લોન બનાવનાર ગેરરીતિ આચરનારાઓ બેંક કસ્ટમરના ડેબિટ કાર્ડનો PIN ચોરી છુપાવીને લગાવવામાં આવેલા કેમેરા અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસથી મેળવી લે છે. અને ત્યાર બાદ મોટી ગેરરીતિને અંજામ આપતા હોય છે.

Related posts

ટેલિકોમ ક્ષેત્રની આ દિગ્ગજ કંપની 51000 કરોડની ખોટમાં, જણાવ્યું કે જો સરકાર મદદ નહી કરે તો…

pratik shah

સુરતની ફેશન ડિઝાઈનર નિરાલી મહેતા લેશે દીક્ષા, વર્ષીદાન યાત્રામાં થઈ નોટોની વર્ષા

Nilesh Jethva

એરપોર્ટ પર જ્યારે સિક્યોરિટી ઓફિસરે માગ્યો પાસપોર્ટ, કેટીએ આપ્યાં કઈક આવા રિએક્શન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!