GSTV

SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો બીજો ઝટકો, આ ડિપોઝીટના વ્યાજ પર ફેરવી કાતર

SBI

સામાન્ય રીતે લોકો બેન્કમાં ડિપોઝીટને રોકાણનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માને છે. પરંતુ પાછલાં કેટલાંક સમયથી અલગ-અલગ પ્રકારની ડિપોઝીટ પર વ્યાજ દરો ઘટવા લાગ્યા છે. આ જ કડીમાં એક અઠવાડિયાની અંદર દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇએ ગ્રાહકોને ડબલ ઝટકો આપ્યો છે.

તાજેતરમાં જ એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે એફડીના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો તો હવે આરડી એટલે કે રિકરિંગ ડિપોઝીટના વ્યાજ પર પણ કાતર ફેરવી દીધી છે. હવે એસબીઆઇ ગ્રાહકોને રિકરિંગ ડિપોઝીટ પર પહેલા કરતાં 0.15 ટકા ઓછુ વ્યાજ મળશે.

બેન્કના આ નિર્ણય બાદ 1થી 10 વર્ષના સમયગાળા વાળા આરડી ખાતા પર વ્યાજ દરો 6.25 ટકાથી ઘટીને 6.10 ટકા પર આવી ગયો છે. આ નવા દરો 10 જાન્યુઆરીથી લાગુ થઇ ચુક્યા છે.

શું છે રિકરિંગ ડિપોઝીટ

આ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ રોકાણનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તેમાં તમારે એક નિશ્વિત સમય માટે સતત એક નિશ્વિત રકમ આપવાની હોય છે. જેવો આ સમયગાળો પૂરો થાય તમને તમારા રૂપિયા નફા સાથે પરત આપવામાં આવે છે.

તમે દેશની કોઇપણ બેન્કમાં રિકરિંગ ડિપોઝીટ ખાતુ ખોલાવી શકો છો. આ ખાતામાં ઓછામાં ઓછા એક વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષ માટે ડિપોઝીટ કરવામાં આવે છે.

એસબીઆઇની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર ડિપોઝીટની રકમ 100 રૂપિયાથી શરૂ થાય છે. સાથે જ રોકાણની મહત્તમ મર્યાદા ફિક્સ નથી. એટલે કે તમે વધુમાં વધુ રોકાણ કરી શકો છો.

એફડી પર ઘટ્યા વ્યાજ દર

તાજેતરમાં જ એસબીઆઇએ 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર વ્યાજ દરોમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો એકથી 10 વર્ષ સુધીની એફડી પર 10 જાન્યુઆરીથી લાગુ થયો છે.

તેનો અર્થ એ છે કે જો કોઇ ગ્રાહકે 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી કરાવી હોય તો તેને વ્યાજ પહેલાં કરતાં ઓછુ મળશે.

Read Also

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!