GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

SBIના ગ્રાહકોને મોટો ફટકો, બેન્કે તમારા જ રૂપિયા પર ફેરવી દીધી છે કાતર

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ ફરી એકવાર લોનના વ્યાજ દરમાં પાંચ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. 10 નવેમ્બરથી વ્યાજ દર 8.05 ટકાથી ઘટીને 8 ટકા થશે. SBI દ્વારા વર્ષ 2019-20માં સાતમી વખત લોન સસ્તી કરવામાં આવી છે.

આ સિવાય SBIએ તમારી બચત પર કાતર પણ ફેરવી છે અને ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અર્થવ્યવસ્થામાં પ્રવાહિતાને ધ્યાનમાં રાખીને બેન્કે ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ ફેરફાર કર્યો છે. આ નવા વ્યાજ દરો 10 નવેમ્બર 2019 થી લાગુ થશે.

એસબીઆઈએ એક વર્ષથી બે વર્ષ સુધીની ટર્મ ડિપોઝિટ પર 15 બેસિસ પોઇન્ટ વ્યાજ દરનો ઘટાડો કર્યો છે. તમામ સમયમર્યાદાના બલ્ક ટર્મ ડિપોઝિટ પર 30થી 75 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બચત પર ઓછું વ્યાજ મળશે એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે એફડીના વ્યાજ દરોમાં 0.15 ટકાથી લઇને 0.75 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

મતલબ કે ગ્રાહકોને પહેલાની સરખામણીએ તેમની બચત પર ઓછું વ્યાજ મળશે. બેંકનો આ નિર્ણય કરોડો ગ્રાહકો માટે ઝટકા સમાન છે. એસબીઆઇએ 7 થી 45 દિવસની એફડી પર 4.50 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે. તો આ જ પ્રકારે 46 દિવસથી 179 દિવસની એફડી પર 5.50 ટકા. જ્યારે કે 180 થી 210 દિવસ માટે 5.80 ટકા અને 1 વર્ષ સુધીની એફડી પર 6.80 ટકા વ્યાજની જાહેરાત કરી છે. તે જ પ્રકારે 1 થી 2 વર્ષના ગાળામાં 6.25 ટકા. 2 થી 3 વર્ષ અને 3 થી 5 વર્ષના સમયાગાળા માટે 6.25 ટકા વ્યાજ મળશે. આ ઉપરાંત સિનિયર સિટિઝન માટે પણ એફડીના વ્યાજ દરોમાં ઘટાડો કરાયો છે.

Read Also

Related posts

અહો આશ્ચર્યમ! આ ગામના બાળકો દરરોજ કોબ્રા સાપ સાથે રમે છે

Arohi

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા! શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ કોરોના હોસ્પિટલોની બિલ્ડિંગોની કાયદેસરતા તપાસતું તંત્ર

Bansari

સુરત: કતારગામમાં આગની ઘટના, રસોડામાં ગેસ લાઈનની ચીમનીમાં આગ લાગતા મચી નાસભાગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!