GSTV
Gujarat Government Advertisement

SBIએ ભર્યુ મોટું પગલું: 1300 શાખાઓમાં થયો આ મોટો બદલાવ, જાણી લો

Last Updated on August 27, 2018 by

ભારતીય સ્ટેટ બેંકે (એસબીઆઈ) દેશભરમાં લગભગ 1300 શાખાઓના નામ અને આઈએફએસસી કોડમાં ફેરફાર કર્યો છે. બેંકે આવુ કરી છ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકનો તેમાં વિલય કર્યા બાદ કર્યુ છે. બેંકે આ શાખાઓના નવા નામ અને નવા આઈએફએસસી કોડની યાદી જાહેર કરી છે. કુલ 1295 શાખાઓના નામમાં આ પરિવર્તન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે એસબીઆઈની છ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકનુ તેમાં વિલીનિકરણ 1 એપ્રિલ 2017થી અસરકારક છે. બેંકે જે યાદી જાહેર કરી છે, તેમાં આ શાખાઓના જૂના નામ અને આઈએફએસસી કોડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી દેવાદાર બેંક મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદ્રાબાદ, કોલકત્તા અને લખનઉ જેવા શહેરોમાં સ્થિત શાખાઓના આઈએફએસસી કોડ બદલી નાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય સ્ટેટ બેંક દેશની સૌથી મોટી સરકારી બેંક છે. જેની દેશભરમાં 22,428 શાખાઓ છે. ભારતીય મહિલા બેંક અને એસબીઆઈની સહયોગી બેંકોના વિલીનીકરણ બાદ સ્ટેટ બેંકે 1805 શાખાઓમાં ઘટાડો કર્યો અને 244 વહીવટી કાર્યાલયોને પુન:નિર્ધારિત કર્યા છે.

ગ્રાહકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં

બેંકના વ્યવસ્થાપક નિર્દેશક પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે અમારી કેટલીક જૂની એસોસિએટ શાખાઓ એસબીઆઈની શાખાઓની સાથે વિલીનીકરણ કરી રહી છે. જ્યારે આ વિલીનીકરણ થાય છે ત્યારે આઈએફએસસી કોડ બદલાઈ જાય છે. તેમણે કહ્યું કે આઈએફએસસી કોડને બદલવા અંગે ગ્રાહકોને વેબસાઈટના માધ્યમથી જાણ કરી હતી અને આંતરિક રૂપથી બેંકે તેને નવા કોડમાં મેપ કરી લીધો છે. તેમણે કહ્યું કે જો કોઈ ગ્રાહક કોઈ પણ પ્રકારની ચૂકવણી જૂના આઈએફએસસી કોડના આધારે કરે છે તો તેને નવા કોડ સાથે મેપ કરી દેવાશે. ગ્રાહકોને કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડવાનુ બેંકે આશ્વાસન આપ્યુ છે.

જૂના અને નવા નામ અને આઈએફએસસી કોડ વેબસાઈટ પર હયાત

બેંકે પોતાની વેબસાઈટ પર જૂના અને નવા નામો અને આઈએફએસસી કોડની સાથે શાખાઓની યાદી મૂકી દીધી છે. આઈએફએસસી, 11- અંકવાળો અલ્ફા-ન્યૂમેરિક કોડ છે, જેનાથી બધી બેંકની શાખાઓની વિશિષ્ટ ઓળખ હોય છે.

આ બેંકોનું થયુ વિલીનીકરણ

ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં એસબીઆઈએ પોતાના પાંચ સહયોગી બેંકો- સ્ટેટ બેંક ઑફ બિકાનેર અને જયપુર, સ્ટેટ બેંક ઑફ પટિયાલા, સ્ટેટ બેંક ઑફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઑફ હૈદ્રાબાદ, સ્ટેટ બેંક ઑફ મૈસૂર- અને ભારતીય મહિલા બેંકનું પોતાનામાં વિલીનીકરણ કરી દીધુ છે.

આઈએફએસસી કોડ શું છે?

ભારતમાં અલગ-અલગ પ્રકારની લાખો બેંક છે, દરેક બેંકની ઘણી બધી શાખાઓ હોય છે. શહેરો અને ગામમાં બેંકની એક શાખા તો જરૂર હોય છે. ઘણા શહેરોમાં એકથી વધુ શાખા હોય છે. દરેક શાખાની ઓળખ માટે એક કોડ આપવામાં આવે છે, જે કોડને આઈએફએસસીના નામે ઓળખાય છે.

આ વિધિથી ભૌતિક રૂપે ચેક મોકલવા માટે અને ક્લીયર કરવા માટે બેંકની મદદની જરૂર પડતી નથી. આ ચેક કોડ પ્રણાલીનો ઉપયોગ ઈન્ટરનેટથી નાણાંને ટ્રાન્સફર કરવા માટે કરાય છે. જેમ કે એક વિશેષ IFSC કોડ SBI0002205 છે, જેમાં પહેલા ચાર આલ્ફાબેટિકલ સંખ્યાથી બેંકના નામની ઓળખ થાય છે, જ્યારે અંતિમ ચાર આંકડાથી આ માહિતી મળે છે કે કેશને કઈ બ્રાન્ચમાં મોકલાઈ રહીં છે.

Gujarat Government Advertisement

Related posts

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana

અગત્યનું/ લોન ડિફોલ્ટ થઇ જાય તો પણ બેંક ના કરી શકે આ કામ, જાણી લો શું છે તમારા અધિકાર

Bansari

શું ચૂંટણી પહેલા ખતમ થશે કોંગ્રેસનો આંતરિક ખટરાગ? આજે પંજાબના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધી કરશે મુલાકાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!