GSTV

SBIએ 42 કરોડ ગ્રાહકો માટે શરૂ કરી ATM માંથી રોકડ ઉપાડવા માટેની નવી સર્વિસ, જાણો વિશેષ માહિતી

વિતેલા નાણાકીય વર્ષમાં છેતરપીંડીનો સૌથી મોટો શિકાર સરકારી ક્ષેત્રની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક બની છે. એસબીઆઈ દ્વારા આ સમયગાળા દરમયાન 44,612.93 કરોડ રૂપિયાની છેતરપીંડી સાથે જોડાયેલા 6964 કેસો સામે આવ્યાં છે. આ રકમ વિતાલા નાણાકીય વર્ષ દરમયાન 18 સરકારી બેંકોમાં તે છેતરપિંડીની કુલ રકમનો 30 ટકા જેટલો છે. તેથી જ એસબીઆઈ વધુ સારી સેવા માટે સતત પગલા લઈ રહી છે.

આ દિવસોમાં એસબીઆઈ પોતાના ગ્રાહકોની સાવધાની રાખવાની સલાહ આપી રહ્યું છે. ગ્રાહકોથી કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ પણ અજાણ્યો વ્યક્તિ કે કોઈનો ફોન કે ઈ-મેઈલ ઉપર ઓટીપી એકાઉન્ટ સાથે જોડાયેલી જાણકારી ન આપો. બેંક ગ્રાહકોને જેટલું એલર્ટ અને સુરક્ષીત રહેવા માટે કહે છે. તો પોતાને પણ ટેકનોલોજીની સાથે સુરક્ષિત બનાવી રહ્યાં છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ગ્રાહકોને ઓટીપી આધારીત રોકડ ઉપાડવાની સુવિધા આપે છે.

કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યાં છે જેમાં એટીએમના માધ્યમથી કોઈ ગ્રાહક કાર્ડની જાણકારી ક્લોનિંગ કરીને ચોરી લે છે. તેવામાં ગ્રાહકોના ખાતમાંથી ડુપ્લીકેટ કાર્ડ દ્વારા પળવારમાં જ ઠગાઈ કરીને પૈસા લઈ લે છે. એટીએમમાંથી રોકડ ઉપાડને સુરક્ષીત બનાવવા માટે એસબીઆઈ ગ્રાહકોને ઓટીપી આધારીત રોકડ ઉપાડની સુવિધા આપી રહી છે.

એસબીઆઈમાં ઓટીપી આધારિત રોકડ ઉપાડની સુવિધા હેઠળ કોઈ પણ રાત્રીના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં 10 હજાર રૂપિયા કે તેનથી વધારે રોકડ ઉપાડ માટે એટીએમ ઉપર જશે તો તેની પાસેથી ઓટીપી માંગવામાં આવી રહ્યો છે. આ ઓટીપી રજીસ્ટર્ડ નંબર ઉપર આવશે. ઓટીપી નાંખીને ગ્રાહક 10 હજાર રૂપિયા કે તેનાથી વધારે રકમ નહીં ઉપાડી શકે. રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવે છે. આ ઓટીપીને એટીએમમાં નાંખ્યા બાદ જ રોકડ ઉપાડ શક્ય બને છે.

Related posts

વોટ્સએપ પર વડાપ્રધાન મોદી વિરુદ્ધ આક્રમક પોસ્ટ કરતા યુપીના શખ્સની પોલીસે કરી ધરપકડ!

Dilip Patel

તુર્કીના રાષ્ટ્રપતિએ ફરીથી કરી ઉશ્કેરણીજનક ટીપ્પણી, ભારતે કડક શબ્દોમાં આપ્યો જવાબ

Dilip Patel

હવે ઘરે બેઠા જ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરી શકશો રોકાણ, લોન્ચ કરવામાં આવી આ ઓનલાઈન સ્કીમ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!