GSTV

રાજ્યમાં કોરોનાને મ્હાત આપી 60 હજાર લોકો થઈ ગયા સાજા, 14 હજારથી વધુ લોકોમાં છે એક્ટિવ

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં 16230 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. તો સામે 15809 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. રાજ્યમાં સાજા થનારાની સંખ્યા પણ 60હજારને પાર થઈ છે. રાજ્યમાં કોરોન સંક્રમણનો આંક 77 હજારને પાર થયો છે તો સાજા થનારાની સંખ્યા 60 હજાર 573 થઈ છે. રાજ્યમાં કોરોના મહામારીના એક્ટિવ કેસની સંખ્યા 14359 આસપાસ છે.

અમદાવાદમાં 29 હજાર જેટલા લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત

અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંક 29 હજારની નજીક પહોંચી ગયો છે. સુરતમાં સંક્રમણની સંખ્યા પણ 16676 થઈ ગઈ છે. વડોદરામાં કોરોના સંક્રમણનો આંક 6 હજારને પાર થયો છે. તો રાજકોટમાં પણ આંક 3 હજારને પાર રહ્યો છે. ભાવનગરમાં પણ કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 2 હજારને પાર થઈ છે. ગાંધીનગરમાં કોરોના સંક્રમણનો આંક 2 હજારની નજીક પહોંચ્યો છે.

ઓગસ્ટ મહિનામાં કોરોનાની સ્થિતિ

તારીખનવા પોઝીટીવમૃત્યુસાજા થનાર
1 ઓગસ્ટ 113624875
2 ઓગસ્ટ 110122805
3 ઓગસ્ટ 100922974
4 ઓગસ્ટ 102025898
5 ઓગસ્ટ 1078231046
6 ઓગસ્ટ 103427917
7 ઓગસ્ટ 1074221370
8 ઓગસ્ટ 1101231135
9 ઓગસ્ટ 1078251311
10 ઓગસ્ટ 1056201138
11 ઓગસ્ટ 1118231140
12 ઓગસ્ટ 115218977
13 ઓગસ્ટ 1092181046
14 ઓગસ્ટ 1087151083
15 ઓગસ્ટ 1094191094

છેલ્લા 26 દિવસથી નથી આવ્યો 1 હજારથી નીચો આંક

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો છેલ્લા 26 દિવસથી 1 હજારથી નીચે આંક આવ્યો નથી. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં 20 જુલાઈ બાદ 1 હજારને પાર રહ્યા છે. રાજ્યમાં હાલમાં સતત 1 હજારથી વધારે નવા કેસો આવી રહ્યા છે. રાજ્યમાં 51 હજારથી વધારે ટેસ્ટિંગ કરાયા છે.

READ ALSO

Related posts

એસબીઆઈનાં કર્મચારીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા બેંક બંધ કરાવવામાં આવી

Nilesh Jethva

રાજસ્થાનમાં ચાલી રહેલુ શિક્ષક ભરતી આંદોલન બન્યું ઉગ્ર, આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી

Nilesh Jethva

કોરોનાના કેસ વધતા રાજ્યના આ ગામમાં લાગુ કરવામાં આવ્યું સ્વયંભૂ લોકડાઉન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!