GSTV

ખુશખબર! પૈસાની ચિંતા કર્યા વગર શરૂ કરો સ્ટાર્ટઅપ, સરકાર તમારા માટે કરી રહી છે જોરદાર તૈયારી

જો તમે એક સ્ટાર્ટઅપ છો અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. સ્ટાર્ટઅપને હવે વધારે સપોર્ટ આપવાની તૈયારી ચાલી રહી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રોમોશન ઓફ ઈંડસ્ટ્રી એન્ડ ઈન્ટરનેલ ટ્રેડ એટલે કે, દેશમા સ્ટાર્ટઅપને સપોર્ટ આપવા માટે બે સ્કીમ પર વિશેષ તરીકે કામ કરી રહી છે. માહિતી પ્રમાણે આ સ્કીમ લોન ગેરન્ટી અને શરૂઆતી પૂંજીથી જોડાયેલી છે.

વિચાર-વિમર્શ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે

માહિતી પ્રમાણે, મહાપાત્રે કહ્યુ કે, આ બંને સ્કીમ્સની રીતભાત નક્કી કરવા માટે એક અંતર-મંત્રાલયી વિચાર-વિમર્શ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મહાપાત્રે કહ્યુ કે, અમે લોન ગેરન્ટી અને શરૂઆતી પૂંજી સ્કીમ પર હજુ કામ કરી રહ્યા છે. બંને પર અંતર-મંત્રાલયી વિચાર-વિમર્શ જાહેર છે.

વેંચર કેપિટલ માટે નહી

તેમણે કહ્યુ કે, લોન ગેરન્ટી સ્કીમ માટે એક ફંડ છે જેને બેન્કોને આપવામાં આવશે. બેન્કનો વપરાશ સ્ટાર્ટઅપને લોન આપવા માટે કરી શકાય છે. મહાપાત્રએ કહ્યુ કે, તેનાથી બેન્કોને લોન આપવામાં સુવિધા મળશે. માહિતી પ્રમાણે તમને જણાવી દઈએ કે, આ લોન માટે હશે, વેંચર કેપિટલ માટે નહી.

પૈસા ભેગા કરવામાં પરેશાની

શરૂઆતી પૂંજીની સ્કીમ પર મહાપાત્રએ કહ્યુ કે, મહત્તમ સ્ટાર્ટઅપ ના વિચાર લેવલ પર પૈસા ભેગા કરવામાં પરેશાની આવે છે. સચિવે કહ્યુ કે, ગુજરાત અને કેરલ જેવા કેટલાક રાજ્યોમાં શરૂઆતી પૂંજી સ્કીમ છે, પરંતુ એ ખૂબ જ ઓછુ છે. કેન્દ્ર સરકારે મંત્રાલયોની પણ સ્કીમ છે, પરંતુ અને આખા દેશ માટે આ સ્કીમ ઈચ્છીએ છીએ.

કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી લેશે

તેમણે કહ્યુ કે, આ બંને સ્કીમ્સ માટે નાણા મંત્રાલયની મંજૂરીની જરૂરિયાત રહશે. ત્યારબાગ DPIIT બંને યોજનાઓ માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી લેશે. મહાપાત્રએ કહ્યુ કે, કેટલાક સ્ટાર્ટઅપના કર્મચારી શેર ઓપ્શન પ્લાનિંગને લઈને કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યે છે. અમે તેને મહેસૂલ વિભાગને મોકલી દીધુ છે.

READ ALSO

Related posts

વડોદરા/ દુમાડ ચોકડી પાસે ફાયરિંગનો વિડીયો આવ્યો સામે, 6 રાઉન્ડ ફાયરિંગમાં 5 લોકો થયા હતા ઈજાગ્રસ્ત

pratik shah

ફીજીમાં ચીને તાઈવાનના રાજદૂત પર હુમલો કરતાં થયા જખ્મી, ચીનની દાદાગીરીથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો

Karan

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા આવતી કાલથી થશે શરૂ,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!