ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને સરળતા રહે તેમજ ક્ષતિ રહિત મતદાર યાદી તૈયાર થાય તેવા આશયથી આજથી મતદારયાદી ચકાસણી અંગેનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અન્વયે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.ધવલ પટેલે આજરોજ જિલ્લાકક્ષાએ ઈલેકટર્સ વેરીફિકેશન પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો.

જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મીડિયાને વિગતો આપતા જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, મહત્તમ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય તેવા આશયથી જાન્યુઆરી 2020ની લાયકાતની મતદારી યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ ભારતી ચુંટણીપંચ દ્વારા તા.1લી સપ્ટેમ્બરથી 15મી ઓકટોમ્બર દરમિયાન મતદારો ઓનલાઈન ઘરે બેઠા મતદારયાદીમાં પોતાના કે પરિવારોજનોના નામોમાં રહેલી ભુલોને સરળતાથી સુધારા-વધારા કરી શકશે.
ઓનલાઈન પોતાના વોટિગ કાર્ડમાં સુધારા વધારા કરી શકશે
આ માટે મતદારોએ voter helpline mobile App (વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ) ડાઉનલોડ કરીને અથવા વેબસાઈટ www.ncsp.in પર ઓનલાઈન પોતાના વોટિગ કાર્ડમાં સુધારા વધારા કરી શકશે. ઓનલાઈન સુધારા માટે જરૂરી પુરાવા જેમકે, આધાર કાર્ડ, ડ્રાઈવીગ લાયસન્સ સાથે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો 1950 વોટર હેલ્પલાઈનનો ઉપયોગ કરીને તેમજ ઈ-ગ્રામ કેન્દ્રો, નાગરિક સુવિધા કેન્દ્રો ખાતે રૂબરૂ મુલાકાત લઈને પણ ચકાસણી કરી સુધારા-વધારા કરી શકાશે.
READ ALSO
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત