ગાંધીનગરમાં ભાજપ મુખ્યાલય કમલમમાં 2019ની લોકસભાની આવી રહેલી ચૂંટણીને લઈ કારોબારીની બેઠક મળી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. મિશન 2019ના ભાગરૂપે ભાજપમાં બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ લોકસભાની ચૂંટણીની રણનીતિની ચર્ચા કરવામાં આવી રહી છે.
ખાસ કરીને પક્ષમાં આંતરિક અસંતોષને ડામવા માટે શું પગલા લઈ શકાય. આ ઉપરાંત ખેડૂતોના દેવા માફી, અનામત આંદોલન, બેરોજગારી જેવા મુદ્દાઓ ચર્ચામાં છે. પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ કહ્યું કે ભાજપ સમાજ જીવનના પ્રશ્નોને લઈન ચિંતિત છે. શંકર ચૌધરીએ દાવો કર્યો કે ભાજપ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતશે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે 31 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. જેમાં દરેક રાજ્યોના મુખ્યપ્રધાનો અહીંની મુલાકાતે આવે તેના માટે રાજ્યના પ્રતિનિધિ મંડળ આમંત્રણ આપવા જશે.