GSTV
Home » News » 20 વર્ષથી વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન દિવ્યાંગનાં રાઇટર તરીકે સેવા આપે છે

20 વર્ષથી વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન દિવ્યાંગનાં રાઇટર તરીકે સેવા આપે છે

શહેરની વિવિધ શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થઇ છે. વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ થતાં ફ્રેશ થવા માટે ફરવા કે પછી મનપસંદ પ્રવૃત્તિઓમાં સમય પસાર કરતાં હોય છે જ્યારે પાલડી વિસ્તારમાં આવેલી શારદા મંદિર વિનય મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ વેકેશનમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે સ્વેચ્છાએ સેવા આપીને સમાજને ઉત્તમ પ્રેરણા પૂરી પાડવાનું કામ કરે છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન સતત મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે પણ પરીક્ષાનું પેપર લખવા રાઇટરની જરૃર પડતી હોય છે. અંધજન મંડળમાં ધોરણ ૯ અને ૧૧ની આજથી વાર્ષિક પરીક્ષા શરૃ થઇ રહી છે. આ પરીક્ષામાં ૫૦થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, વાણિજ્ય વ્યવસ્થા જેવા વિષયોની પરીક્ષા આપશે. સમાજની વ્યકિત તરીકેની ફરજ ગણીને આવા વિદ્યાર્થીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓની રાઇટર તરીકે સેવા આપે છે. હું ધોરણ ૯માં હતી ત્યારે રાઇટર તરીકે પ્રથમવાર સેવા આપી હતી અને આ વર્ષે પણ સેવા આપવા જાઉ છું. આ રાઇટર તરીકેની સેવા ઉત્તમ સેવા છે. હું માનું છું કે ભગવાને આપણને સુંદર આંખો આપી છે તો આવા દિવ્યાંગ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે સેવા આપીને તેનું ઋણ ચૂકવવું જોઇએ તેમજ તેમને સાથ સહકાર આપીને સેવા કરવી જોઇએ. – મૌલી દરજી, ધો-૧૧ કોમર્સ

અમારી શાળાના વિદ્યાર્થીઓ અંધજન મંડળના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષામાં રાઇટર તરીકે સેવા આપે છે જે શાળા પરિવાર માટે ગૌરવની વાત છે. અંધજન મંડળમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાઇટરની જરૃર હોય છે. તેથી અંધજન મંડળના સંચાલક સ્ટાફ દ્વારા અમારી સ્કૂલની પરીક્ષા ક્યારે પૂરી થશે તે મુજબ જ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરાતો હોય છે. અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી સ્કૂલમાં વહેલા આવતા હોય છે અને તેમને અંધજન મંડળની ગાડીમાં જઇને તેઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે સેવા આપવા જાય છે. આ વર્ષે ૪૫થી વધુ વિદ્યાર્થી રાઇટર તરીકે સેવા આપશે. સ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લાં ૨૦ વર્ષથી રાઇટર તરીકે સેવા આપી રહ્યા છે. – વિજયભાઇ રાવલ, શારદા મંદિર વિનય મંદિર સ્કૂલ, પ્રિન્સિપાલ

આ વર્ષે સૌપ્રથમવાર દિવ્યાંગ વિદ્યાથીઓના રાઇટર તરીકે સેવા આપવા જાવ છું. ભગવાને તેમનામાં અદ્ભુત આંતરશકિત આપેલી છે. સ્કૂલમાંથી અમને રાઇટર તરીકેની સેવા કાર્યનો લાભ મળે છે તેને હું મારા જીવનમાં ઉત્તમ કાર્યનો એક ભાગ ગણું છે. હું વધારેમાં વધારે આવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાઇટર તરીકે સેવા આપવા જઇશ તેવું મનોમન નક્કી કર્યું છે. તેમનામાં ખૂબ જ સમજણ શકિત તેમજ યાદશકિત રહેલી છે. – પૂજન વોરા, ધો-૯

દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં અદભુત શકિત રહેલી છે. સમાજના લોકો આવા વિદ્યાર્થીઓ પ્રત્યે એક વ્યક્તિ તરીકે તેમની સમસ્યાઓ સમજીને તેમને મદદરૃપ થવું જોઇએ. આ શાળા સિવાય બીજી શાળાઓ પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંવેદના સમજીને રાઇટર તરીકે સેવા આપવા આવે તો તેમને પણ સ્વીકારીએ છીએ. દિવ્યાંગ વિદ્યાર્થીઓ જેમ તેઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને સારુ પરિણામ મેળવે છે. શારદા મંદિર વિનય મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ જે રાઇટર તરીકેની સેવા આપે છે. – મનુભાઇ ચૌધરી, મીની કામા સેકેન્ડરી, હાયર સેકેન્ડરી સ્કૂલ ઓફ બ્લાઇન્ડ, પ્રિન્સિપાલ

READ ALSO

Related posts

ખેરાલુમાં કોઈ પણ ઉમેદવાર જીતે ઠાકોર સમાજને થશે ફાયદો, કાલે આવશે રિઝલ્ટ

Mansi Patel

કમલેશ તિવારી હત્યાકાંડ : બંને આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરાયા

Mansi Patel

સાંસદો, ધારાસભ્ય અને પોલીસના બોગસ આઈડીકાર્ડ પર ટોલટેક્સ ન ભરતા દબંગો પર તવાઈ, 80 ઝડપાયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!