GSTV
Home » News » નાનકડા રૂમમાં શરૂ કરી કંપની,મુશ્કેલીનાં પહાડો વચ્ચે બની ઇ-કોમર્સ ક્ષેત્રની સૌથી મોટી કંપની

નાનકડા રૂમમાં શરૂ કરી કંપની,મુશ્કેલીનાં પહાડો વચ્ચે બની ઇ-કોમર્સ ક્ષેત્રની સૌથી મોટી કંપની

અમેરિકા ગયેલા જેક માને પહેલી વખત ઇન્ટરનેટ વિશે માહિતી મળી. ઇન્ટરનેટના માધ્યથની શોપિંગ કરતા અને શિક્ષા મેળવતા અમેરિકનોને જોઇ જેક મા અચંબિત થઇ ગયા. જેક માએ ઇન્ટરનેટનો ઉપયોગ કેમ કરવો તે શીખી લીધું. ચીન પરત ફરીને જેક માએ ચીનની પહેલી ઓનલાઇન ડિરેક્ટરી લોન્ચ કરી. પરંતુ બહુ સફળતા ન મળી. જે બાદ જેક માએ પોતાના ઘરના નાનકડા રૂમમાં 17 જેટલા મિત્રોની નાણાકીય સહાય સાથે ઓનલાઇન ખરીદી માટે કંપની સ્થાપી. જેનું નામ રાખ્યું અલીબાબા.

અમેરિકામાં ઇન્ટરનેટનો જાદુ નજરોનજર નિહાળ્યા બાદ જેક માએ ચીનમાં પણ ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ કરી. જેક માએ મિત્રો સાથે મળી ચાઇના પેજ નામથી ઓનલાઇન ડિરેક્ટરી લોન્ચ કરી. જેક માએ ઇન્ટરનેટ શું છે તે ચીનના લોકો સમક્ષ સાબિત કરી બતાવ્યું. વર્ષ 1999માં જેક માએ 17 જેટલા મિત્રોને તેમના ઘરે બોલાવી તેમની સમક્ષ ઓનલાઇન ખરીદી માટે કંપની બનાવવાનો વિચાર રજૂ કર્યો. આ વિચાર એટલો ગજબનાક હતો કે મિત્રો તુરંત કંપનીમાં પૈસા રોકવા રાજી થઇ ગયા. કંપનીને અલીબાબા નામ આપવામાં આવ્યું.

જેક માએ અલીબાબાને બિઝનેસ ટુ બિઝનેસ હબ તરીકે પ્રમોટ કરી. પરંતુ ત્યારે ઘણા લોકોએ જેક માની વાતને દિવાસ્વપ્ન ગણાવી. આથી પ્રારંભમાં કોઇ બિઝનેસ ઓનર પોતાની કોઇ વસ્તુ અલીબાબા પર વેચવા તૈયાર નહોતા. પરંતુ સમય જતા બિઝનેસ વધતો રહ્યો. ધંધો વધારવા ફરી વધુ પૈસાની જરૂર પડી. પરંતુ જેક જાપાનની સોફટવેર કંપની સોફટ બેંક પાસેથી લોન મેળવવામાં સફળ રહ્યા. જેક માને ખબર હતી કે ચીનમાં ઉપભોક્તા અને ઉત્પાદકો એકબીજા પર ભરોસો નથી કરતા. આથી તેમણે બંને માટે સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમ ઉભી કરી. જેક ચીનના નેતાઓને પણ મળ્યા અને તેમને ખાતરી આપી કે તેમની કંપની કોઈ પણ રાજકીય પાર્ટી કે સરકારની વિરુદ્ધ નથી. ચીનની સરકારને પણ જેકની વાતમાં ભરોસો બેઠો.

જોતજોતામાં અલીબાબા કંપની સફળતાના એક પછી એક શિખરો સર કરવા લાગી. અને પોતાની પ્રતિસ્પર્ધી કંપની અમેઝોન અને ઇબેને પણ પાછળ છોડી દીધી. આજે અલીબાબાની વાર્ષિક કમાણી અંદાજે 40 અબજ ડોલર છે. રસપ્રદ વાત એ છે કે અબજોનો ધંધો શરૂ કરનાર જેક માએ કદીયે મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નથી. એ જ રીતે તેમણે ક્યારેય કોઈ ધંધાની તાલીમ લીધી નથી. ફક્ત કોઠાસુઝથી તેમણે કંપનીનું સંચાલન કુશળતાથી નિભાવ્યું.

આજે નાની એવી મુશ્કેલી આવે કે નિષ્ફળતા મળે તો યુવાનો નાસીપાસ થઇ જાય છે. હિંમત હારી જાય છે અને નિરાશાની ગર્તામાં ધકેલાઇ જાય છે. આવા તમામ યુવાનો માટે જેક માની જિંદગી પ્રેરણાદાયી છે. એક સમયે જેના સપના પર દુનિયા હસતી હતી. જેને નોકરી અને ભણવા માટે પણ એડમિશન આપવા કોઇ રાજી નહોતું. તે જેક માએ જિંદગીની દરેક મુશ્કેલી અને સંઘર્ષનો એવો હિંમતભેર સામનો કર્યો કે આજે તેની અલીબાબા કંપની દુનિયાના ઇ-કોમર્સ ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે.

READ ALSO

Related posts

કૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ

Mayur

પોલીસને શક, બીજાં 3 રાજ્યોમાં પણ હૈદરાબાદ દુષ્કર્મ બાદ હત્યા જેવાં જ કારનામાં કરી ચૂક્યા હતા આ આરોપીઓ

NIsha Patel

જીવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડી પણ મોત ભેટી ગયું, પિતાનો બળાપો દોડાવી દોડાવીને ગોળી મારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!