GSTV
Home » News » બોલો! આ દેશમાં તો ગાયો પણ 5G ઈન્ટરનેટ વાપરે છે, તબેલો પણ છે સ્માર્ટ

બોલો! આ દેશમાં તો ગાયો પણ 5G ઈન્ટરનેટ વાપરે છે, તબેલો પણ છે સ્માર્ટ

cows using 5g

ભારત સહિત અનેક દેશ એવા છે જ્યાં 5જી કનેક્શનની શરૂઆત પણ થઈ નથી અને તેવામાં એક દેશ તેના 5જી કનેક્શનના ઉપયોગ માટે ખૂબ ચર્ચામાં છે. 5જી કનેક્શનની સ્પીડ એટલી હશે કે તેની કલ્પના પણ કોઈએ કરી નહીં હોય, ગણતરીની સેકન્ડમાં જ વીડિયો પણ ડાઉનલોડ થઈ શકે તેવી સ્પીડ 5જી આપશે. પરંતુ આ તમામ ખાસિયત વચ્ચે એક દેશ એવો પણ છે કે જ્યાં 5જીનો ઉપયોગ પ્રાણીઓ કરવા લાગ્યા છે.

જી હાં ઈંગ્લેડની ગાયો 5જીનો ઉપયોગ કરી રહી છે અને તે પણ એક સ્માર્ટ તબેલામાં!આ તબેલામાં દરેક કામ મશીનથી થાય છે. અહીં ગાયોને 5જી ડિલાઈસના કોલર પહેરાવવામાં આવ્યા છે. આ કોલરની મદદથી દૂધ કાઢવાનું કામ પણ રોબોટ કરે છે. આ રોબોટમાં તમામ ડેટા ઓટોફીડ કરેલા હોય છે. જ્યારે ગાય દૂધ આપવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે તે જાતે જ મશીન પાસે પહોંચી જાય છે અને મશીનને પણ ખ્યાલ હોય છે કે ગાયનું દૂધ કાઢવાનું છે.

ગાયનું દૂધ નીકળી જાય ત્યારબાદ તેને ઘાસ પણ આપી દેવામાં આવે છે. દક્ષિણી ઈંગ્લેડના એગ્રી એપી સેન્ટરમાં 50 ગાયો છે. આ ગાયો પર ખાસ કોલર લગાવેલા છે. આ કોલર અને 5જી નેટવર્કથી ગાયોને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. મશીનોની મદદથી અહીં દરેક કામ કરવામાં આવે છે પરંતુ તેની સાથે ગાયોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે. 

Read Also

Related posts

Pictures Of PM Modi : તસવીરો સાથે જાણો કેવડિયાની એ રોચક જગ્યાઓ વિશે જ્યાં પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી

Bansari

માત્ર 2 મિનિટમાં આખા આઠવાડિયા માટે લસણ અને આદુ છોલવાની 8 ક્વિક ટિપ્સ

NIsha Patel

રાજકારણી તરીકે ભલે મોદી ‘હિટ’ હોય પણ બિગસ્ક્રિન પર તેમની ફિલ્મો ‘ફ્લોપ’ રહી છે

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!