GSTV
Home » News » Tata Skyનું નંબર-1નું સ્થાન હવે નહીં રહે, Airtel Digital TV અને ડિશ ટીવીનું થશે મર્જર તેમાં ગ્રાહકોને થશે ખાસ લાભ

Tata Skyનું નંબર-1નું સ્થાન હવે નહીં રહે, Airtel Digital TV અને ડિશ ટીવીનું થશે મર્જર તેમાં ગ્રાહકોને થશે ખાસ લાભ

DTH કંપનીઓ કેટલા મહિનાઓથી ઘણા ઉતાર-ચઢાવ જોઈ રહી છે. તો આ ક્ષેત્રની ડીશ ટીવી (Dish TV) પણ બજારમાં ઘણા સમયથી ટોપનું સ્થાન ધરાવતી હતી, જોકે હવે Dish TVને પછાડી ટાટા સ્કાય (Tata Sky) ટોપ પર આવી ગયું છે, જો કે ટાટા સ્કાયને આ ટોપના સ્થાનનો જશ ટુંક સમયમાં Airtel Digital TV લઈ લેશે. વાસ્તવમાં વાત જાણે એમ છે કે, એવી સમાચારો આવી રહ્યા છે કે, આ સેક્ટરથી જોડાયેલી બે મોટી કંપનીઓ ટુંક સમયમાં એકબીજામાં મર્જ થવા જઈ રહી છે. સુત્રો અનુસાર, Airtel Digital TV અને Dish TVનું મર્જર (Merge) થવા જઈ રહ્યું છે.

Airtel Digital TV અને Dish TVની મર્જર પ્રક્રિયા શરૂ

હાલ બંને DTH કંપનીઓ વચ્ચે મર્જર પ્રક્રિયા ચાલી રહી છે. જોકે Airtel Digital TV અને Dish TV વચ્ચે થયેલા કરાર અંગે હાલ કોઈપણ અહેવાલો સામે આવ્યા નથી. એક અગ્રણી મીડિયા જૂથના અહેવાલો અનુસાર ભારતી એરટેલ (Bharti Airtel)ની ડાયરેક્ટર-ટુ-હોમ (DTH) યુનિટ એરટેલ ડિઝિટલ ટીવી (Airtel Digital TV), પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ વોરબર્ગ પિંક્સ (Warburg Pincus) અને એસ્સેલ ગ્રૂપ (Essel Group)ની ડીશ ટીવી (Dish TV) કંપનીઓ સમજુતી માટે રાજી થઈ ગઈ છે, જોકે હાલ મર્જરની રકમ અંગે કોઈ ખુલાસો થયો નથી.

સુનિલ મિત્તલ દ્વારા મર્જર પ્રક્રિયાનો શરૂ કરાયો હતો પ્રયાસ

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017માં એરટેલે ભારતી ટેલીમીડિયાનો તેનો 20 ટકા હિસ્સો વોરબર્ગ પિંક્સને વેચ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે, આ મર્જર પછી પણ કંપનીનું રોકાણ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, ડીશ ટીવી અને એરટેલ ડિજિટલ ટીવી મર્જ કરવાનો પ્રથમ પ્રયાસ સુનીલ ભારતી મિત્તલ દ્વારા કરવામાં આવ્યો હતો. સુનીલ ભારતી મિત્તલ (Sunil Bharti Mittal) ભારતી ગ્રુપના અધ્યક્ષ છે. આ પ્રયાસ મિત્તલે ત્યારે કર્યો હતો જ્યારે મુકેશ અંબાણી (Mukesh Ambani)ની માલિકીની રિલાયન્સ જિયો (Reliance Jio)એ મહત્વની કેબલ ટીવી કંપનીઓ ડીઈન નેટવર્ક (DEN Network) અને હેથવે (Hathaway)નો કંટ્રોલિંગ હિસ્સો ખરીદ્યો હતો.

Tata Sky Airtel Digital TV

તો Airtel Digital TV ભારતની સૌથી મોટી DTH કંપની બનશે

જો કે, હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે, Airtel Digital TV અને Dish TV ક્યારે મર્જ થશે? પરંતુ મર્જર પછી તે ભારતની સૌથી મોટી DTH કંપની બની જશે, મર્જર બાદ તેની પાસે ડીટીએચ માર્કેટ (DTH Market)નો 62 ટકા હિસ્સો હશે અને 60 મિલિયન ડીટીએચ સબ્સ્ક્રાઇબર્સ હશે. જ્યારે આ મર્જર પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે તે ડીટીએચ માર્કેટની નંબર ગણાતી ટાટા સ્કાયને પાછળ છોડી દેશે.

Read Also

Related posts

15 હજાર સુધીના બજેટમાં જો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ રહ્યા શાનદાર ફોન

Pravin Makwana

માનવીઓની નોકરીઓ ખાઈ જશે આ ટેકનોલોજી, વર્ષ 2024માં AI રોબોટર્સ સંભાળશે મેનેજરની જવાબદારીઓ

pratik shah

Phone Peએ લોન્ચ કર્યુ ATM ફીચર, નજીકના સ્ટોર પર જઈને 1,000 રૂપિયા સુધીની કેશ વિથડ્રો કરી શકશે યુઝર્સ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!