GSTV
Business Trending

નાની રકમમાં શરૂ કરો આ સ્મોલ બિઝનેસ, કરી શકો છો બમ્પર કમાણી

દેશભરમાં ફેલાયેલ કોરોના સંકટની વચ્ચે ઘણા લોકોની નોકરીઓ જતી રહી છે અને ઘણા લોકોનો બિઝનેસ પણ બંધ થઈ ગયો છે, પરંતુ આ સમયમાં તમે પૈસા કમાવવા માટે એવો બિઝનેસ શરૂ કરી શકો છો, જેની દરેક ઘરમાં માગ છે. આજે અમે તમને એક એવા જ બિઝનેસ વિશે જણાવીશું, જેમાં તમે માત્ર 1.14 લાખ રૂપિયા લગાવી દર મહિને સારી કમાણી કરી શકો છો. ખાસ વાત તો એ છે કે, આ બિઝનેસમાં સરકાર પણ તમારી મદદ કરશે.

સરકાર આપે છે લોનની સુવિધા

જો તમે પણ સારી કમાણી કરવાની તક શોધી રહ્યા છો તો તમે મેટલથી બનનારી કટલેરીની મેન્યુફેક્ટરિંગ યૂનિટ શરૂ કરી શકો છો. કટલેરી બિઝનેસને લઈને સરકારની મૂડી સ્કીમ હેઠળ લોનની પણ સુવિધા મળે છે.

બનાવી શકો છો આ પ્રોડક્ટ્સ

જણાવી દઈએ કે, કટલેરીની માગ તો બધા ઘરમાં છે. તો તમે પણ આ બિઝનેસને શરૂ કરી સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસ હેઠળ તમે કટલેરીથી હેન્ડ ટૂલ અને ખેતીમાં કામ આવનાર કેટલાક જરૂરી ટૂલને પણ બનાવી શકો છો. તે સિવાય ઘરમાં તો આ પ્રકારની કટલેરીની માગ પણ હોય છે.

કેટલી હશે આવક

સેટઅપ પર ખર્ચ: 1.8 લાખ રૂપિયા, જેમા મશીનરી જેવા વેલ્ડિંગ સેટ, બફિંગ મોટર, ડ્રિલિંગ મશીન, બેંચ ગ્રિંડર, હેન્ડ ડ્રિલિંગ, હેન્ડ ગ્રિંડર, બેંચ, પેનલ બોર્ડ અને અન્ય ટૂલ્સ આવી જશે. તે સિવાય મેટેરિયલ પર ખર્ચઃ 1,20,000 રૂપિયા (2 મહિના માટે રો મટિરિયલ)નો હશે. તે સિવાય વર્ક્સની સેલરી અને અન્ય ખર્ચ: 30 હજાર પ્રતિ મહિના કુલ ખર્ચ 3.3 લાખ રૂપિયાનો આવશે.

તમારે ખર્ચ કરવાના છે 1.14 લાખ રૂપિયા

જેમાંથી ખુદની પાસે માત્ર 1.14 લાખ રૂપિયા ખર્ચ દેખાડવાનો રહેશે. બાકી ખર્ચ માટે તમે સરકારની મદદ લઈ શકે છે. સરકાર તરફથી મુદ્રા સ્કીમ હેઠળ લોનની સુવિધા આપવામાં આવે છે.

કરી શકે છે અરજી

તે માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તમે કોઈપણ બેન્કમાં અપ્લાઈ કરી શકે છે. તે માટે તમને એક ફોર્મ ભરવાનું રહેશે. જેમાં નામ, એડ્રેસ, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, હાજર ઈનકમ અને કેટલી લોન જોઈએ તેવી ડિટેલ ભરવાની રહેશે.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV