GSTV
Gujarat Government Advertisement

નોકરીની ચિંતા છોડો શરુ કરો આ બિઝનેસ! રોજ થશે 4000 રૂપિયા સુધીની કમાણી, મળશે મોટો નફો

બિઝનેસ

Last Updated on April 23, 2021 by Damini Patel

ઘણા લોકો એવા છે જેમને નોકરીથી વધુ બિઝનેસમાં રસ હોય છે. અને શા માટે ન હોય. કોરોના કાળમાં બિઝનેસનું મહત્વું બેગણુ વધારે છે. જો એવા તમે પણ કોઈ નવો બિઝનેસ શરુ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરી છે કે પહેલા પુરી જાણકારી લઇ લેવો.. અમે તમને એવા ખાસ બિઝનેસ અંગે જાણકારી આપી રહ્યા છે. જેને શરુ કરી તમે રોજ 4 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. એટલે મહિનાના લાખ રૂપિયા. આ બિઝનેસ છે કેળાની ચિપ્સનો. કેળાની ચિપ્સ સેહત માટે સારી હોય છે. એની સાથે ચિપ્સને લોકો વ્રત માટે પણ ખાય છે . કેળાની ચિપ્સ બટાકાની ચિપ્સથી વધુ પ્રચલનમાં છે જેના કારણે આ વધુ માત્રામાં વેચાય છે.

કેળાની ચીપની માર્કેટ સાઈઝ નાની છે, જેના કારણે મોટી બ્રાન્ડેડ કંપનીઓ કેળાની ચિપ્સ બનાવતી નથી અને આજ કારણ છે કે કેળાની ચિપ્સ બનાવવા માટે બિઝનેસનો વધુ સ્કોપ છે. તો આવો તમને જણાવીએ કે આ બિઝનેસ કેવી રીતે શરુ કરવાનો છે.

કેળાની ચિપ્સ બનાવવા માટે જોઈએ આ સામાન

કેળાની ચિપ્સ બનાવવા માટે વિવિધ પ્રકારની મશીન કામમાં લેવામાં આવે છે અને કાચા માલ તરીકે મુખ્ય રૂપથી કાચા કેળા, મીઠું, ખાદ્ય તેલ તેમજ અન્ય મસાલાને ઉપયોગમાં લઈ શકાય છે. કેટલીક મુખ્ય મશીનરી અને ઉપકારણોની લિસ્ટ આ પ્રકારની છે.

કેળાની ધોવાની ટાંકી અને કેળા છાલવાનું મશીન
કેળા કાપવાની મશીન
ટુકડાઓને ફ્રાય કરવાની મશીન
મસાલા મિક્સર
પાઉચ પ્રિન્ટિંગ મશીન
પ્રયોગશાળા ઉપકરણો

ક્યાંથી ખરીદશો આ મશીન

કેળાનો બિઝનેસ શરૂ કરવા માટે, તમે https://www.indiamart.com/ અથવા https://india.alibaba.com/index.html પરથી આ મશીન ખરીદી શકો છો. આ મશીન રાખવા માટે તમને ઓછામાં ઓછા 4000 5000 ચોરસની યોગ્ય જગ્યાની જરૂર પડશે. તમને આ મશીન 28 હજારથી 50 હજાર સુધી મળશે.

50 કિલો ચિપ્સ બનાવવાનો ખર્ચ

50 કિલો ચિપ્સ બનાવવા માટે, ઓછામાં ઓછા 120 કિલો કાચા કેળાની જરૂર પડશે. જે તમને આશરે 1000 રૂપિયામાં 120 કિલો મળશે. આ સાથે, 12 થી 15 લિટર તેલની જરૂર પડશે. 15 લિટર તેલની કિંમત 70 રૂપિયા પ્રમાણે 1050 રૂપિયા હશે. ચીપ્સ ફ્રાયર મશીન 1 કલાકમાં 10 થી 11 લિટર ડીઝલનો વપરાશ કરે છે. 1 લિટર ડીઝલની કિંમત 80 રૂપિયાના હિસાબે 11 લીટર હોય છે જે 900 રૂપિયાનું પડશે. મીઠું મસાલાનો ખર્ચ વધુમાં વધુ 150 રૂપિયા. તો 50 કિલો ચિપ્સ 3200 રૂપિયામાં તૈયાર થશે. મતલબ કે કિલોના ચિપ્સના પેકેટની કિંમત પેકિંગ કિંમત સહિત 70 રૂપિયા હશે. જેને તમે સરળતાથી ઓનલાઇન અથવા કરિયાણાની દુકાનમાં 90 100 રૂપિયામાં વેચી શકો છો.

1 લાખ રૂપિયાનો નફો મેળવી શકશે

જો આપણે 1 કિલો પર 10 રૂપિયા પ્રોફિટ પણ વિચારીએ તો તમે સરળતાથી એક દિવસમાં 4000 રૂપિયા કમાઈ શકો છો. એટલે કે, જો તમારી કંપની મહિનામાં 25 દિવસ કામ કરે છે, તો પછી તમે મહિનામાં 1 લાખ રૂપિયા કમાઈ શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

અગત્યનું/ 31મે સુધી બેંક એકાઉન્ટમાં રાખવા પડશે આટલા રૂપિયા, નહીંતર થશે 4 લાખનું નુકસાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!