GSTV
Gujarat Government Advertisement

50 હજાર રૂપિયામાં શરુ કરો આ વ્યવસાય, દર મહિને થશે 1 કરોડથી વધારાની કમાણી, જાણો તમામ ડિટેલ્સ

બિઝનેસ

Last Updated on May 5, 2021 by Damini Patel

જો તમે આ રોજિંદા કામથી કંટાળો છો. તો તમે તમારા પોતાના વ્યવસાયની શરૂઆત કરી શકો છો. આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવી રહ્યા છે જેની શરૂઆત તમે ફક્ત 50 હજાર રૂપિયામાં કરી શકો છો. થોડા વર્ષોમાં આ વ્યવસાયથી લાખોની કમાણી થવા લાગશે. આ વ્યવસાય છે ડિજિટલ હોર્ડિંગ્સ વ્યવસાય. ડિજિટલના આ યુગમાં ઓનલાઇન હોર્ડિંગ્સનો આ કારોબાર તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઇ શકે છે. આ અંગે આઉટડોર એડવર્ટાઇઝિંગ સ્ટાર્ટઅપ કંપની ગો હોર્ડિંગ્સ.કોમ (Gohoardings.com)ના સ્થાપક દીપ્તિ અવસ્થિ શર્માએ જણાવ્યું. દીપ્તિ આ વ્યવસાયથી દર મહિને 1 કરોડથી વધુની કમાણી કરી રહી છે. તો ચાલો આપણે તેમની પાસેથી જાણીએ કે તમે ઓનલાઇન હોર્ડિંગ્સનો વ્યવસાય કેવી રીતે શરૂ કરી શકો છો અને તેમાં કેટલા પૈસા કમાઇ શકાય છે.

વર્ષમાં જ થશે કરોડોની કમાણી

sbi savings plus account

દિપ્તી અવસ્થિ શર્માએ જ્યારે 2016 માં ઓનલાઇન હોર્ડિંગ્સનો ધંધો શરૂ કર્યો હતો ત્યારે તે ફક્ત 27 વર્ષની હતી. વધારે પૈસા ન હોવાને કારણે દીપ્તિએ ફક્ત 50 હજાર રૂપિયા લગાવીને ઓનલાઇન હોર્ડિંગનું કામ શરુ કર્યું હતું. જો કે, બીજા જ વર્ષથી 12 કરોડની આવક શરૂ થવા લાગી અને એક વર્ષ પછી દીપ્તિનું ટર્નઓવર 20 કરતાં વધુ થઈ ગયું. દિપ્તી કહે છે કે, મેં 2016માં ડિજિટલ હોર્ડિંગ્સનો વ્યવસાય ખૂબ જ ઓછી રકમથી 50 હજાર રૂપિયાથી શરૂ કર્યો હતો. આ વિચાર સફળ થયો અને ટૂંકા સમયમાં કમાણી શરૂ કરી. ડિજિટલ હોર્ડિંગ્સનો ધંધો શરૂ કરવા પાછળનું કારણ જણાવતા તે કહે છે કે, મેં આ અંગે સંશોધન કર્યું અને મને જાણવા મળ્યું કે આ ક્ષેત્ર ખૂબ જ સંગઠિત રીતે કાર્યરત છે અને ડિજિટલ લોકોની આ દુનિયામાં બધું ઘર બેઠું હોવું જોઈએ. આવી સ્થિતિમાં આ વ્યવસાય નફાકારક સોદો બન્યો.

જાણો કેવી રીતે શરુ કર્યો આ વ્યવસાય

માર્કેટિંગ અને ટેક્નોલોજીની મદદથી આ કાર્ય શરૂ કરી શકાય છે. આ માટે તમારે ફક્ત તમારા ડોમિન નામ સાથે વેબસાઇટ બનાવવી પડશે. એને પોતે જ પ્રમોટ કરવું પડશે. શરૂઆતમા તમે જોઈ શકો છો કે લોકો જાહેરાત અને સ્થળ માટે ક્યાં અને કેવી રીતે શોધે છે તેઓ તેમનો સંપર્ક કરી શકે છે. આ વ્યવસાય ઝડપથી આગળ વધે છે. કારણ લોકો ઘરે બેસી જાહેરાત કરવા માગે છે.

આ રીતે કામ કરે છે દીપ્તિની કંપની

સૌ પ્રથમ, ગ્રાહકે GoHardings.Comની વેબસાઇટ પર લોગ ઈન કરવું પડશે. આ પછી, તમારે વેબસાઇટ પર જવું પડશે અને પોતાની લોકેશન (જ્યાં તેને હોર્ડિંગ સ્થાપિત કરવું પડશે) સર્ચ કરવી પડશ. લોકેશન સિલેક્ટ થયા પછી કંપની પાસે એક મેલ જાય છે. તે પછી કંપની દ્વારા સાઇટ અને લોકેશનની ઉપલબ્ધતાની કન્ફર્મેશન મોકલે છે પછી આર્ટવર્ક અને ઓર્ડર ગ્રાહક તરફથી આવે છે. લોકેશન સાઇટ પર લાઇવ જવા માટે એક આઈડી અને પાસવર્ડ પ્રદાન કરવામાં આવે છે. આ કંપની એક મહિનાના સમયગાળા માટે હોર્ડિંગ મેળવવા માટે 1 લાખ રૂપિયા લે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!