GSTV
Surat Trending ગુજરાત

દક્ષિણ ગુજરાતની આશરે ૧૬૦૦ જેટલી શાળાઓમાં ફરી ઓનલાઈન એજ્યુકેશનની પ્રક્રિયા શરૂ

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરાયેલી જાહેરાતના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતની આશરે ૧૬૦૦ જેટલી શાળાઓમાં ફરી ઓનલાઈન એજ્યુકેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાના નિર્ણય બાદ રાજ્ય સરકારે જાતે વિદ્યાર્થીઓના હિતમાં સમિતિની રચના કરી ઓનલાઈન એજ્યુકેશન પૂરું પાડવાની જાહેરાત કરી હતી. જે બાદ બે દિવસની અંદર જ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પોતાનો નિર્ણય પરત ખેંચી ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવાનો વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. જોકે ઓનલાઇન એજ્યુકેશનની ફી અંગે મંડળ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

હાઈકોર્ટના નિર્ણય અને રાજ્ય સરકારના ઠરાવ બાદ સ્વનિર્ભર શાળા સંચાલક ગુજરાત મંડળ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણય સામે રાજ્ય સરકારે લાલ આંખ કરતા વિદ્યાર્થીઓને જાતે ઓનલાઈન એજ્યુકેશન પૂરું પાડવા રાજ્ય સરકારે સમિતિની રચના કરી હતી. શાળાઓ દ્વારા ઓનલાઈન એજયુકેશન બંધ કરાતા કેટલાક વાલીઓ અને વિધાર્થીઓએ ટેલિફોનિક સંપર્ક કરી ઓનલાઈન એજયુકેશન શરૂ કરવા માટેની રજુવાત કરી હતી. વિધાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી અને વાલી હિતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પોતાનો નિર્ણય બે દિવસ અગાઉ ખેંચવાની ફરજ પડી. જ્યાં ફરી ઓનલાઈન એજયુકેશનનો આજથી પ્રારંભ કર્યો કરાયો હતો.

READ ALSO

Related posts

AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો

GSTV Web Desk

આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ

Hardik Hingu

એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં

GSTV Web Desk
GSTV