GSTV

મોટા ઉપાડે આવેલી 2000ની મોટી મોટી નોટોની જગ્યાએ ATMમાં 500ની નોટો નાખવાનું શરૂ

બેંકોએ એટીએમમાં ૨૦૦૦ રૂપિયાને બદલે ૫૦૦ રૂપિયાની વધુ નોટો નાખવાનું શરૂ કરી દીધું છે. ૨૦૦૦ રૂપિયાની નોટને ધીમે ધીમે પરત ખેંચવાની કવાયત હેઠળ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ જણાવ્યું હતું કે તેણે ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો છાપવાનું બંધ કરી દીધું છે.

બાકીની બેંકો પણ ટૂંક સમયમાં કામ શરૂ કરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલય દ્વારા બેંકોને કોઇ નિર્દેશ આપવામાં આવ્યા નથી પણ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેંકોએ પોતાની જાતે જ એટીએમમાં ઓછા મૂલ્યની નોટો નાખવાનું શરૂ કર્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલીક બેંકોએ પોતાના એટીએમનું રેકેલિબેરેશન શરૂ કરી દીધું છે અને બાકીની બેંકો પણ ટૂંક સમયમાં આ પ્રક્રિયા શરૂ કરશે. સરકારી બેંક ઇન્ડિયન બેંકે અગાઉ જ જાહેરાત કરી દીધી છે કે તે એટીએમમાં ૨૦૦૦ રૂપિયાની નોટ નાખશે નહીં. ૨૦૦૦ રૂપિયાની નોટના છૂટા મળવા મુશ્કેલ હોવાથી બેંકોએ ૨૦૦૦ રૂપિયાની નોટ એટીએમમાં નહીં નાખવાનો નિર્ણય લીધો છે.

2000ની નોટ બંધ નથી થઈ રહી

આરટીઆઇ હેઠળ પૂછવામાં એક પ્રશ્રના જવાબમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૦૦૦ રૂપિયાની ૩૫૪.૨૯૯૨ કરોડ નોટો છાપવામાં આવી હતી. જો કે ૨૦૧૭-૧૮માં આ સંખ્યા ઘટાડીને ૧૧.૧૫૦૭ કરોડ થઇ ગઇ હતી. ૨૦૧૮-૧૯માં ફક્ત ૪.૬૬૯૦ કરોડ નોટ જ છાપવામાં આવી હતી. આ દર્શાવે છે કે ૨૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવામાં નહીં આવે પણ તબક્કાવાર રીતે પરત ખેંચી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નવેમ્બર, ૨૦૧૬માં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ રદ કરી દીધી હતી. જો કે એક પ્રશ્રના જવાબમાં નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે ૨૦૦૦ રૂપિયાની બંધ કરવાનો કોઇ પ્રસ્તાવ નથી.

READ ALSO

Related posts

CORONAએ જગત જમાદારને ઘૂંટણિયે પાડી દીધો : મહાસત્તા પણ હારી ગઈ, વિશ્વમાં સૌથી વધુ કોરોનાનો કહેર અમેરિકામાં

Karan

લૉકડાઉન: મહિલા પોલીસનું શરમજનક કૃત્ય, મજૂરને પકડી માથા પર ન લખવાનું લખી દીધું

Pravin Makwana

OMG! કોરોનાના કારણે ટેન્ટમાં રહવા મજબૂર ડૉક્ટર, સ્નેક્સ ખાઈ વિતાવી રહ્યો છે જિંદગી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!