GSTV

લેપ્સ થઈ ચૂકેલી Life Insurance Policyને આ રીતે કરો ફરીથી શરૂ, આ વાતોનું રાખો ધ્યાન

Last Updated on January 31, 2021 by Mansi Patel

ઈંશ્યોરન્સ પૉલિસી(Life Insurance Policy)નાં પ્રીમિયમનું સમય પર ચુકવણી કરવાનાં પ્રયાસો દરેક કરે છે પરંતુ ક્યારેકને ક્યારેક તેમાં ચૂક થઈ જાય છે. ફક્ત નક્કી ડેડલાઈન સુધી પ્રીમિયમ જમા ન કરવાથી જ પૉલિસી લેપ્સ થતી નથી. જો આપણે ગ્રેસ પીરિયડમાં પણ પૉલિસીનું પ્રીમિયમ જમા ન કરાવી શકો તો પોલિસી લેપ્સ થઈ જાય છે જોકે, લેપ્સ થયેલી પૉલિસીને ફરી ચાલુ કરાવી શકાય છે.

રિવાઈલ પીરિયડ

વીમા કંપનીઓ સામાન્ય રીતે ગ્રેસ પીરિયડ ખત્મ થયા બાદ ત્રણ વર્ષનો સમય પૉલિસીને ફરી શરૂ કરાવવા માટે રાખે છે. આ અવધિને રિવાઈલ પીરિયડના નામથી જાણવામાં આવે છે. તમારી પૉલિસી ડોક્યૂમેન્ટમાં તેની જાણકારી હોય છે. જો તમારી પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો તમારા પ્રયાસો હોવા જોઈએકે, રિવાઈવલ પીરિયડની અંદર જ પોલિસીને ફરીથી શરૂ કરાવી શકાય.

ચુકવણી અને પેનલ્ટી

જો તમે લેપ્સ થયેલી પૉલિસી ફરીથી શરૂ કરવા માંગો છો તો તમને તે દરેક વર્ષોનાં પ્રીમિયમની ચુકવણી કરવાની રહેશે, જ્યારથી તે લેપ્સ થઈ હતી. આ પણ ધ્યાન રાખો કે, પ્રીમિયમ નહી આપવા માટે ઈંશ્યોરન્સ કંપની તરફથી પેનલ્ટી પણ આપવાની રહેશે.

મેડિકલ ચેક-અપ

અધિકાંશ મામલામાં રિવાઈવલ માટે સારું સ્વાસ્થ્ય હોવાનું ડેક્લેરેશન ઘણું હોય છે. પરંતુ કેટલાંક મામલાઓમાં નિર્ધારિત મેડિકલ સેંટરમાં મેડિકલ ચેક-અપ જરૂરી હોય છે.

નવી શરતો

આ વાતનું વિશેષ ધ્યાન રાખોકે, રિવાઈવ કરવામાં આવેલી પૉલિસી એક નવી પોલિસી થઈ જાય છે. વીમા કંપની તેમાં નવી શરતો નાંખી શકે છે. નવી પોલિસી ડોક્યૂમેન્ટ મળવા પર તેનું સાવધાનીથી અભ્યાસ કરવો જોઈએ.

આ વાતોનું રાખો ધ્યાન

  • પૉલિસી ફરીથી ચાલુ જરૂર કરાવો આ નવી પોલિસી ખરીદવાથી વધારે ફાયદો રહે છે
  • વીમા કંપનીઓ સમય-સમય પર પૉલિસી રિવાઈવલ કેમ્પેઈન ચલાવે છે.
  • તેમનું ધ્યેય લોકોને લેપ્સ થઈ ચૂકેલી પોલિસીને ફરી ચાલુ કરાવવા માટે પ્રોત્સાહિત કરવાનું હોય છે.

READ ALSO

Related posts

ન્યાયતંત્રની જય હો/ ગુજરાતમાં ઐતિહાસિક ચુકાદો, અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં 22 દિવસમાં ચુકાદો, આરોપીને ફાંસીની સજા

Pravin Makwana

પીએમ મોદીના અખિલેશ પર પ્રહાર, કહ્યું- લાલ ટોપીવાળાઓને આતંકીઓને જેલમાંથી છોડવા સત્તા જોઈએ છે

Damini Patel

નડિયાદના અમીત પટેલની અમેરિકામાં ધોળા દિવસે લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા, બેંકમાં પૈસા ભરવા ગયા હતા ત્યારે જ હત્યારાએ ફાયર કર્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!