GSTV

ખાસ વાંચો/ દર મહિને 70 હજારની કમાણી કરવા શરૂ કરો આ બિઝનેસ, મોદી સરકાર કરશે 70 ટકા ખર્ચ

બિઝનેસ

Last Updated on June 12, 2021 by Bansari

કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને નવો બિઝનેસ શરૂ કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. તેથી જ મુદ્રા યોજના પણ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની મદદથી, કોઈપણ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે લોન લઈ શકે છે. આ લોન તેમના બિઝનેસમાંથી આવક મેળવ્યા પછી હપ્તામાં ચુકવી શકાય છે. આ યોજના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મદદ કરવામાં આવી છે. આજે અમે તમને આ યોજનાની મદદથી ડેરી બિઝનેસ શરૂ કરવા વિશે માહિતી આપી રહ્યા છીએ. બિન-સરકારી એજન્સીઓના જણાવ્યા મુજબ, દેશભરમાં દૂધ અને તેના ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે.

ડેરી ઉત્પાદનોનો બિઝનેસ શરૂ કરવાથી દર મહિને 70 હજાર રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. ખાસ વાત એ છે કે ડેરી બિઝનેસ માટે તમારે ઘણા સંસાધનોની પણ જરૂર નથી. આ બિઝનેસ તમે નાના રોકાણથી પણ શરૂ કરીને કમાણી કરી શકો છો.

બિઝનેસ

પ્રારંભિક ખર્ચ કેટલો થશે?

વડા પ્રધાન મુદ્રા યોજના માટે તૈયાર કરવામાં આવેલી પ્રોજેકટ પ્રોફાઇલમાં આપવામાં આવેલી માહિતી મુજબ ડેરીનો બિઝનેસ શરૂ કરવા માટે કુલ 16.5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આમાંથી તમારે લગભગ 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. આ બિઝનેસ માટે, તમને મુદ્રા યોજના હેઠળ 70% રકમ મળશે. તમને બેંક તરફથી ટર્મ લોન રૂ. 7.5 લાખ અને વર્કિંગ કેપિટલ તરીકે 4 લાખ રૂપિયા મળશે.

તમારો પોતાનો ડેરી બિઝનેસ ખોલીને તમે ફ્લેવર મિલ્ક, દહીં, છાશથી લઇને ઘી બનાવીને વેચી શકો છો. આ સિવાય ડેરીને લગતી ઘણી અન્ય પ્રકારની વસ્તુઓ બનાવી શકાય છે.

કાચા માલની વ્યવસ્થા

આ બિઝનેસ યોજના હેઠળ, તમારે એક મહિના માટે કાચા માલ તરીકે આશરે 12 હજાર 500 લિટર કાચા દૂધની જરૂર પડશે. આ સિવાય આશરે 1000 કિલો ખાંડની જરૂર પડશે. કાચા દૂધમાંથી ફ્લેવર્ડ પ્રોડક્ટ તૈયાર કરવા માટે, તમારે 200 કિલો ફ્લેવર અને 625 કિલો સ્પાઇસ અને મીઠાની વ્યવસ્થા કરવી પડશે. આ વસ્તુઓ પર દર મહિને આશરે 4 લાખ રૂપિયા ખર્ચ થશે.

બિઝનેસ

આ કામ માટે કેટલી જગ્યાની જરૂર પડશે

આ બિઝનેસ માટેની જગ્યા વિશે વાત કરીએ તો, તમારે ઓછામાં ઓછી એક હજાર ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. આમાંથી, પ્રોસેસિંગ એરિયા માટે 500 ચોરસ ફૂટ જગ્યા જરૂરી છે. આ ઉપરાંત 150 સ્ક્વેર ફીટ રેફ્રિજરેશન રૂમ, 150 ચોરસ ફૂટ વોશિંગ એરિયા, 100 ચોરસ ફૂટ ઓફિસ એરિયા અને શૌચાલય સહિતની અન્ય સુવિધાઓ માટે 100 ચોરસ ફૂટની જગ્યાની જરૂર પડશે.

કેટલો ફાયદો થશે

ડેરી બિઝનેસ શરૂ કર્યા પછી, જો તમે પણ એક વર્ષમાં લગભગ 82.50 લાખનું વેચાણ કરશો અને વાર્ષિક આશરે. 74.40 લાખ ખર્ચ કરશો, તો એક વર્ષમાં તમને લગભગ 8.10 લાખનો ચોખ્ખો નફો થશે. વાર્ષિક ખર્ચમાં 14 ટકાના દરે વ્યાજ પણ શામેલ છે.

મોદી સરકાર બિઝનેસમાં કેવી મદદ કરશે?

તમે પોતાનો ડેરી બિઝનેસ શરૂ કરવા માટે સરકારની મદદ પણ લઈ શકો છો. પીએમ મુદ્રા લોન યોજના અંતર્ગત તમે સરકાર પાસેથી મૂડીની સહાય લઈ શકો છો. આ સિવાય તમને આ યોજના અંતર્ગત બિઝનેસ શરૂ કરવા વિશે ઘણી પ્રકારની માહિતી પણ આપવામાં આવશે.

Read Also

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!