GSTV
Home » News » 3 લાખ રૂપિયામાં શરૂ કરો સોયા પનીરનો બિઝનેસ, શરૂઆતથી જ દર મહિને થશે આટલા લાખની કમાણી

3 લાખ રૂપિયામાં શરૂ કરો સોયા પનીરનો બિઝનેસ, શરૂઆતથી જ દર મહિને થશે આટલા લાખની કમાણી

રોજિંદી કમાણીમાંથી જો તમે કોઇ બિઝનેસ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોય તો ટોફૂ એટલે કે સોયા પનીરના પ્લાન્ટમાંથી તમે સારીએવી કમાણી કરી શકો છો. ટોફૂના બિઝનેસથી તમે ફક્ત સારી કમાણી જ નથી કરી શકતા પરંતુ થોડી મહેનત અને સૂઝબુઝઝી તમે તમારી પોતાની એક બ્રાન્ડ પણ ઉભી કરી શકો છો. થોડુ રોકાણ કરીને તમે થોડા જ મહિનાઓમાં લાખોની કમાણી કરી શકશો.

આજકાલ સોયા મિલ્ક અને સોયા પનીરની માર્કેટમાં બહુ ડિમાન્ડ છે. સોયા મિલ્કની પોષ્ટિકતા અને સ્વાદ ગાય-ભેંસના દૂધ જેવો નથી પણ એ સ્વાસ્થ્ય માટે સારું છે. દર્દીઓ માટે આ દૂધ સારું ગણાય છે. સોયાબીનના પનીરને ટોફુ કહેવામાં આવે છે. 

ફક્ત 3થી 4 લાખમાં શરૂ થશે તમારુ કામ

તોફૂ બનાવવા માટે શરૂઆતમાં તમારે ફક્ત 3થી 4 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમાં મશીન અને મિટીરિયલનો સમાવેશ થાય છે. તે બાદ 1 લાખ રૂપિયા અથવા જરૂરિયાત પ્રમાણે કોઇપણ માત્રામાં તમારે સોયાબીન ખરીદવી પડશે.

1 લાખ રૂપિયા સુધી થશે શરૂઆતની કમાણી

સોયાબીનની હોલસેલ પ્રાઇઝ આશરે 3 હજારથી 3100 રૂપિયા પ્રતિ ક્વિંટલ છે અને તોફૂ માર્કેટમાં 200થી 250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાય છે. 1 કિલો સોયામાંથી 2.5 કિલો પનીર મળે છે જેની કિંમત 500 રૂપિયા થાય. આ રીતે જો તમે એક દિવસમાં 10 કિલો પનીર દરરોજ બનાવો તો તેનો ભાવ 2000 રૂપિયા થાય. તમે વીજળી, બલર વગેરેનો 50 ટકા ખર્ચ કાઢો તો પણ 30 હજાર રૂપિયા નેચ બચત થાય છે. જો તમે દરરોજ 30થી 35 કિલો તોફૂ વેચી શકો તો આરામથી દર મહિને તમે 1 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

soybean

સોયા મિલ્ક પ્લાન્ટ શરૂ કરવા માટે બહુ ઓછી જગ્યા અને એક મશીનની જરૂર પડે છે. આ મશીન કોઈપણ વ્યક્તિ નાનકડી ટ્રેઇનિંગ લીધા પછી સરળતાથી ઓપરેટ કરી શકે છે. NSIC આ પ્રોગ્રામ મારફતે સોયાબીનથી દૂધ બનાવવાની અને એના માર્કેટિંગની ટ્રેઇનિંગ આપશે. આ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 90 ટકા સુધી લોન પણ આપવામાં આવશે.

આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ લગભગ 11 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જેમાં મુદ્રા લોન પ્રોજેક્ટ હેઠળ 80 ટકા લોન મળશે. આમ, મુદ્રા યોજના હેઠળ લોન લીધા પછી વ્યક્તિએ માત્ર બે લાખ રૂપિયાનું જ રોકાણ કરવું પડશે

ખાસ વાત તો એ છે કે હવે સોયા મિલ્ક પ્લાન્ટ માટે સરકાર દ્વારા પણ આર્થિક મદદ આપવામાં આવે છે. નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને આ વર્ષે પોતાના કાર્યક્રમમાં સોયા મિલ્ક પ્લાન્ટનો પણ સમાવેશ કર્યો છે.

Read Also

Related posts

મોતને મુઠ્ઠીમાં લઈ નદી ઓળંગી રહ્યા છે આ ગામના લોકો, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

બિગ બોસ 13ના પ્રોમોમાં પોલ ખોલતી જોવા મળી અમિષા પટેલ, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!