GSTV

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

અમદાવાદમા હર્ડ ઇમ્યુનીટી અગાઉ કરતા વધારે છે કે ઓછી તેનો ખ્યાલ આગામી થોડા દિવસમાં આવી જશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે શરૂ કર્યો છે. તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપર એન્ટિબોડી ટેસ્ટ ચાલી રહ્યા છે. જ્યાં કોઇ પણ નાગરિક પોતાના શરીરમાં એન્ટીબોડી જનરેટ થયા છે કે નહીં તેનો ટેસ્ટ કરાવી શકે છે. થર્ડ રીપોર્ટ આવ્યા બાદ હર્ડ ઇમ્યુનિટીમા વધારા ઘટડા અંગે ખ્યાલ આવશે.

પ્રથમ સર્વેમાં અમદાવાદના લોકોમાં હર્ડ ઈમ્યુનિટીનો પાવર 17 ટકા

પ્રથમ સર્વેમાં અમદાવાદના લોકોમાં હર્ડ ઈમ્યુનિટીનો પાવર 17 ટકા હતો. બીજા સર્વેમા હર્ડ ઈમ્યુનિટીનો પાવર 23 ટકાની આસપાસ હતો. AMC દ્વારા પ્રથમ સર્વેમાં 25થી 30 હજાર સ્થાનિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં 17 ટકાની આસપાસ હર્ડ ઈમ્યુનિટી નોંધાઈ હતી. ત્યારબાદ 15 ઓગસ્ટથી બીજા સર્વેની શરૂઆત થઈ હતી. જેમાં 10 હજારથી વધુ લોકોના એન્ટિબોડી ટેસ્ટ થતાં હર્ડ ઈમ્યુનિટી 23 ટકાની આસપાસ નોંધાઈ હતી.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!