GSTV

IRCTC સાથે જોડાઈને આ રીતે શરૂ કરો બિઝનેસ, પ્રથમ દિવસથી જ મળશે કમાણીની તક

IRCTC

IRCTC માં ટિકિટ બુક કરતા સમયે તમે ક્યારેય નહી વિચાર્યુ હોય કે, તેની સાથે કમાણી પણ કરી શકાય છે, પરંતુ આ પ્રકારે કમાણી કરવી પણ શક્ય છે. ઈન્ડિયન રેલવે તમને તક આપી રહ્યુ છે કે, તમે રેલવેની સાથે જોડાઈને બિઝનેસ શરૂ કરી શકો છો. જેમાં તમે રેલવેની ટિકટ વેચીને સારી એવી કમાણી કરી શકો છો.

IRCTC રેલ ટ્રાવેલ સર્વિસ એજન્ટ

ઈન્ડિયન રેલવે કેટરિંગ ફૂડ ટૂરિઝમ કોર્પોરોશેન લિમિટેડ રેલ ટ્રાવેલ સર્વિસ એજન્ટ (RTSA) ની નિયુક્તી કરે છે. આ એજન્ટ પોતાના શહેરમાં ઓનલાઈન રેલવે ટિકિટ બુકિંગ કરી શકે છે. જે બાદ તેમને આકર્ષક કમીશન આપવામાં આવે છે. તે માટે અરજી કરવાની રીત એકદમ સરળ છે, બસ તમારે કેટલાક સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

કોણ હોય છે RTSA એજન્ટ?

દરેક શહેરમાં IRCTCના કેટલાક સત્તાવાક એજન્ટને નિયુક્ત કરવામાં આવે છે. આ એજન્ટ પોતાના શહેરમાં IRCTCની વેબસાઈટ પર લોગિન કરી ઓનલાઈને ટિકિટ બુકિંગ કરી શકે છે. તે માટે તેમને અલગથી એક આઈડી આપવામાં આવે છે. ટિકિટ બુક કરવા બદલ તેમને કમીશન આપવામાં આવે છે.

કેટલો આવે છે ખર્ચ?

રેલ ટ્રાવેલ સર્વિસ એજન્ટ બનવા માટે તમારે પ્રથમ વખત માત્ર 20 હજાર રૂપિયા જમા કરાવવા પડશે. જેમાં 10 હજાર રૂપિયા સિક્યુરિટી તરીકે જમા કરવામાં આવશે, જે રિફન્ડેબલ હશે. તમારે 20 હજાર રૂપિયાનું IRCTC ના નામ પર ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવુ પડશે. એજન્ટને રિન્યૂઅલ તરીકે દર વર્ષ 5 હજાર રૂપિયા આપવા પડશે. રેલ ટ્રાવેલ સર્વિસ એજન્ટ બનવા માટે ક્લાસ પર્સનલ ડિજિટલ સર્ટિફિકેટ લેવુ પડશે. આ સર્ટિફિકેટ કોઈપણ ઈન્ડિયન સર્ટિફાઈંગ ઓથોરિટથી મળી જશે.

કેટલુ મળશે કમીશન?

IRCTC એ એજન્ટનું કમીશન રેટ નક્કી કરેલુ છે. રેલ ટ્રાવેલ સર્વિસ એજન્સી તરીકે કમીશન લેવામાં આવે છે. ટિકિટ બુકિંગ દરમિયાન તમે સ્લિપર ક્લાસની ટિકિટ પર વધારેમાં વધારે 30 રૂપિયા અને AC ટિકિટ પર વધારેમાં વધારે 60 રૂપિયા પ્રતિ ટિકટ કસ્ટમર્સ પાસેથી વસૂલી શકે છે. જે ટિકિટની કિંમતથી એક્સ્ટ્રા ચાર્જ હશે. જેમા સર્વિસ ટેક્સ અલગ હશે.

એજન્ટ બનાવ માટે આ રીતે કરો અપ્લાઈ

રેલવેના સત્તાવાર એજન્ટ બનવા માટે તમારે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ બનાવવો પડશે. IRCTCના નામ પર 20 હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કરવો પડશે. આ કોપની IRCTC ના ફોર્મ પર લગાવવાની રહેશે અને સાથે ક્લાસ થર્ડ પસર્નલ ડિજિટલ સર્ટિફિકેટ પણ લેવુ પડશે. સંબંધિત જોનલ રેલવે પાસેથી પણ લેટર લેવો પડશે. સાથે જ પાન કાર્ડ, ઈનકમ ટેક્સ રિટર્ન અને અડ્રેસ પ્રૂફ પણ આપવુ પડશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!