GSTV

અતિ અગત્યનું/ ધોરણ 12 સાયન્સની ગુજરાત બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો થઈ જાહેર, 3 વિષયોની લેવાશે પરીક્ષા

ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા જે અગાઉ સ્કૂલો દ્વારા વર્ષોથી બોર્ડ દ્વારા જ લેવાય છે અને બોર્ડ દ્વારા સુપરવાઈઝરો નક્કી કરી તથા જિલ્લા કેન્દ્રો નક્કી કરી મોનિટરિંગ હેઠળ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવે છે. આ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા મેમાં લેવાનાર છે. ત્યારે પ્રેક્ટિકલ પરિક્ષા પણ બે મહિના મોડી લેવાશે.

જિલ્લા કેન્દ્રો પર લેવાશે પરીક્ષા

આ પરિક્ષા માર્ચ મહિનાના અંતમાં લેવામાં આવશે. બોર્ડ દ્વારા 30મી માર્ચથી ધો-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી સહિતના ત્રણ વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા રાજ્યના જિલ્લા કેન્દ્રો પર લેવાશે. થોડાક દિવસોમાં બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.

કોરોનાના કેસી પીક પર હતા. તે સમયે લોકડાઉન દરમિયાન તમામ શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાનો તેમજ આઈટીઆઈ બંધ કરવામાં આવી હતી. જોકે હવે કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે આઈટીઆઈ ફરી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યમાં9 મહિનાના વિરામ બાદ ધોરણ 10 અને 12ની શાળા શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં9 મહિનાના વિરામ બાદ ધોરણ 10 અને 12ની શાળા શરૂ કરવામાં આવી

બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોરણ 9 અને 11ના વર્ગો 20 જાન્યુઆરી આસપાસ શરૂ થઈ શકે છે. 18 જાન્યુઆરીએ CBSEની સ્કૂલો શરૂ થયા બાદ સરકાર ધોરણ 9 અને ધોરણ 11 માટે જાહેરાત કરી શકે છે. તો વળી પ્રાથમિક સ્કૂલ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ શકે છે. પ્રાથમિક શાળા શરૂ થયા બાદ ધોરણ 1થી 5ની શાળા શરૂ થઈ શકે છે.

પરીક્ષા

પ્રાથમિક શાળા શરૂ થયા બાદ ધોરણ 1થી 5ની શાળા શરૂ થઈ શકે

કોરોનાકાળના કારણે આશરે 09 જેટલા મહિનાના સુધી બંધ રહેલી શાળાઓમાં ખુલી છે. આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળામાં શરૂ થઈ છે. કેન્દ્ર સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ શાળાઓ ખોલવા રાજ્ય સરકાર અને શાળા સંચાલકોએ તૈયાર થયા બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે પીજી અને યુજીના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થયું છે. કોરોના કાળમાં શાળા-કોલેજો બંધ રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર માઠી અસર પહોંચી છે.

Related posts

ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ

Pravin Makwana

LIVE: ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં ઇવીએમ તૂટ્યું : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં

pratik shah

ઓહ નો / એન્ટાર્કટિકામાં મુંબઈ શહેર કરતાં 2 ગણો મોટો આઈસબર્ગ છુટો પડ્યો, વૈજ્ઞાનિકોને પણ વધી ગયું ટેન્શન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!