GSTV

હવે ડાયરેક્ટ અંતરિક્ષમાંથી ઇન્ટરનેટ સિગ્નલ મળશે, આ કંપની ઇન્ટરનેટ માર્કેટમાં મચાવશે ધૂમ

ઇન્ટરનેટને લઇને મોટો બ્લાસ્ટ થવા જઇ રહ્યો છે. એક નવી કંપની આ માર્કેટમાં આવી રહી છે જે ડાયરેક્ટ અંતરિક્ષમાંથી ઇન્ટરનેટ સિગ્નલ આપશે. હાલમાં આ કંપની કામ શરૂ કરી ચૂકી છે અને હાલમાં અમેરિકા, બ્રિટેન અને કેનેડામાં ગ્રાહકોને જોડવાનું શરૂ કરી દીધું છે. હવે આ કંપનીની નજર ભારત અને ચીનના બજાર પર છે. આ જ કારણોસર જીયો અને એરટેલ જેવા પ્લેયર્સનું ટેન્શન પણ વધી ગયું છે.

જાણો કઇ કંપની છે?

આ કંપનીનું નામ છે સ્ટારલિંક. સ્પેસ X ની છે. સ્પેસ X ના માલિક છે એલન મસ્ક, જે આ પ્રકારના પ્રયોગોમાં ખૂબ વિશ્વાસ રાખે છે. મસ્કની કંપની સ્પેસ X, આ કામ માટે અત્યાર સુધી અંતરિક્ષમાં 1000થી વધારે સેટેલાઇટ સ્થાપિત કરી ચૂકી છે.

કેટલાં સેટેલાઇટ સક્રિય ?

એલન મસ્કની કંપની થોડાં-થોડાં દિવસોના સમય પર રોકેટ લોન્ચ કરતી હોય છે. એક રોકેટમાં 60 સેટલાઇટ હોય છે. હજી 20 જાન્યુઆરીના રોજ 17મી સ્ટારલિંક સેટેલાઇટ લોન્ચ થઇ હતી. કુલ મિલાવીને કંપની 1 હજારથી પણ વધારે સેટેલાઇટ અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કરી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાંથી 960 સેટેલાઇટ સક્રિય છે.

ક્યાં શરૂ થઇ સર્વિસ ?

જવાબ છે, અમેરિકા, કેનેડા અને બ્રિટેન. હકીકતમાં સેટેલાઇટથી સિગ્નલ ત્યારે જ સારા આવશે કે જ્યારે તે ધરતીથી વધારે નજીક હશે. કંપનીએ જેટલાં પણ સેટેલાઇટ મોકલ્યાં છે તે લો-અર્થ ઓર્બિટમાં છે. આ પારંપરિક સેટેલાઇટના મુકાબલે ધરતીની વધારે નજીક છે. આ જ કારણ છે નોર્થ અમેરિકા અને યુકેમાં ઇન્ટરનેટ સર્વિસ શરૂ થઇ ગઇ છે.

ભારતનો શું સીન છે?

આમ તો ભારતમાં 5G લોન્ચની તૈયારીઓ ચાલી રહી છે અને જીયો, વોડા અને એરટેલ જેવી કંપનીઓ લોકોને સર્વિસ આપી રહી છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, એલન મસ્કની નજર ભારત અને ચીન પર પણ છે કેમ કે, ઇન્ટરનેટના ઉદ્દેશ્યથી આ વિશ્વનું સૌથી મોટું બજાર છે. કંપનીના નિશાન પર ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ, મેરીટાઇમ સર્વિસીઝ છે અને આ તમામ મિલાવીને કુલ 1 ટ્રિલિયન ડૉલરનું માર્કેટ છે. ભારતમાં હવે અંદાજે 65 કરોડ ઇન્ટરનેટ યુઝર છે જે સરેરાશ 12 GB ડેટા પ્રતિ માસ ઉપયોગ કરે છે.

READ ALSO :

Related posts

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

Pravin Makwana

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

Karan

વારંવાર મકાનોની અદલાબદલી કરો છો તો ના કરો ચિંતા : કોઈ પણ ડોક્યુમેન્ટ વિના પણ Aadhaarમાં બદલી શકશો સરનામું, આ છે પ્રક્રિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!