GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

અજીબોગરીબ રેસ્ટોરન્ટ, જ્યાં બોલીને નહીં ઈશારાથી કરવામાં આવે છે ઓર્ડર

તમે દુનિયાની અજીબોગરીબ રેસ્ટોરન્ટની વાત સાંભળી હશે. ક્યાંક જેલની થીમ પર બનેલી રેસ્ટોરન્ટમાં લોકો જમે છે, તો ક્યાંક ઝાડ પર અને પાણીની અંદર પણ રેસ્ટોરન્ટ બનાવવામાં આવે છે. એવી જ એક રેસ્ટોરન્ટ છે જ્યાં બોલીને નહીં, પણ ખાલી ઈશારા કરીને આપવામાં આવે છે ઓર્ડર. આ રેસ્ટોરન્ટ ચીનના ગ્વાંગઝૂમાં ખોલવામાં આવી છે.

દુનિયાની ત્રીજી સૌથી મોટી ફૂડ સ્ટારબક્સે રેસ્ટોરન્ટની શરૂઆત કરી છે. તેને સાઈલેટ કેફે નામ આપવામાં આવ્યું છે. આ ચીનનું પહેલું રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે અહીંયા આવનાર ગ્રાહક બોલ્યા વગર ઈશારો કરીને ઓર્ડર આપવો પડે છે. તમારે જે પણ મગાવું હોય, તમારા હાથના ઈશારાથી મેન્યુ કાર્ડ નંબરને બતાવી દો અને ઓર્ડર તમારી પાસે આવી જશે.

અહીં એવી પણ સુવિધા આપવામાં આવે છે કે કોઈ ગ્રાહક કર્મચારીને સમજાવી ન શકે તો તેને નોટપેડમાં લખીને સમજાવી શકે છે. ગ્રાહક અને કર્મચારી વચ્ચે ડિજિટલ સંચારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટની દીવાલો ઉપર સાંકેતિક ભાષાના ચિહ્મ અને સૂચક એટલે કે ઈન્ડિકેટર બનાવવામાં આવ્યા છે, જેથી તેના મતલબને સરળતાથી સમજી શકે.

આ રેસ્ટોરન્ટનું લક્ષ્ય છે કે ગ્રાહકો ન સાંભળતા લોકોની ભાષા સમજવા માટે પ્રેરિત થાય. આ રેસ્ટોરન્ટમાં 30 કર્મચારી કામ કરે છે, જેમાં 14 કર્મચારી એવા છે જે સાંભળી નથી શકતાં. સ્ટારબક્સે આ રેસ્ટોરન્ટમાં એવી વ્યવસ્થા કરી છે, જેમાં સાંભળી ન શકતા લોકોને ભવિષ્યમાં વઘુમાં વધુ નોકરી મળી શકે. સ્ટારબક્સ કંપની પહેલાં પણ દુનિયામાં એવી રેસ્ટોરન્ટ ખોલી ચૂકી છે. વર્ષ 2016માં મલેશિયા અને 2018માં અમેરિકાના વોશિંગ્ટન ડિસીમાં સાઈલેન્ટ કેફે છે. આ કંપનીના દુનિયામાં ઘણાં સ્ટોર્સ છે જેમાંથી 3800 તો ખાલી ચીનમાં જ છે.

Read Also

Related posts

વિશ્વના આ દેશમાં સફેદમાંથી લીલા રંગમાં બદલાયા બરફના પહાડ, જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

Ankita Trada

પિતાને સાઈકલ પર બેસાડીને 1200 કિમીનું અંતર કાપ્યું, હવે આ રીતે બની શકે છે ‘સુપરસ્ટાર’

Arohi

ધરપકડથી બચવા માટે મેયરે કર્યું Coronaથી મરવાનું નાટક, તાબૂતમાં સુઈ ગયા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!