Standards for Ration Card: રાશન કાર્ડના લાભાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ રાશન કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. હકીકતમાં, વિભાગ સરકારી રાશનની દુકાનોમાંથી રાશન લેનારા પાત્ર લોકો માટે નિર્ધારિત ધોરણોમાં ફેરફાર કરી રહ્યું છે. નવા ધોરણનો ડ્રાફ્ટ હવે લગભગ તૈયાર છે. આ અંગે રાજ્ય સરકારો સાથે અનેક દોરની બેઠકો પણ યોજવામાં આવી છે. ચાલો જાણીએ નવી જોગવાઈમાં શું થશે.

આર્થિક રીતે સમૃદ્ધ લોકો પણ લઈ રહ્યા છે લાભ
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં દેશભરમાં 80 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA)નો લાભ લઈ રહ્યા છે. તેમની વચ્ચે ઘણા એવા લોકો છે જેઓ આર્થિક રીતે સમૃદ્ધ છે. આને ધ્યાનમાં રાખીને જાહેર વિતરણ મંત્રાલય ધોરણોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. ખરેખર, હવે નવા ધોરણને સંપૂર્ણ પારદર્શક બનાવવામાં આવશે જેથી કરીને કોઈ ગડબડ ન થાય.
કેમ થઈ રહ્યા છે ફેરફારો
આ અંગે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે જણાવ્યું કે, ધોરણોમાં ફેરફારને લઈને છેલ્લા છ મહિનાથી રાજ્યો સાથે બેઠક યોજાઈ રહી છે. રાજ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોને સામેલ કરીને પાત્રો માટે નવા ધોરણો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ધોરણોને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. નવા ધોરણના અમલીકરણ પછી, ફક્ત પાત્ર વ્યક્તિઓને જ લાભ મળશે, અયોગ્ય લોકો લાભ મેળવી શકશે નહીં. જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

વન નેશન, વન રાશન કાર્ડ યોજના
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2020 સુધી અત્યાર સુધીમાં 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘વન નેશન, વન રાશન કાર્ડ (ONORC) યોજના’ લાગુ કરવામાં આવી છે. NFSA હેઠળ આવતા લગભગ 69 કરોડ લાભાર્થીઓ એટલે કે 86 ટકા વસ્તી આ યોજનાનો લાભ લઈ રહી છે. દર મહિને લગભગ 1.5 કરોડ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને લાભ લઈ રહ્યા છે.

Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન