GSTV

મોદી સરકાર બદલી રહી છે ગરીબીની વ્યાખ્યા, હવે કમાણી નહીં પણ આ વસ્તુ નક્કી કરશે ગરીબી રેખા

Last Updated on October 19, 2020 by Ankita Trada

કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગરીબી રેખા નક્કી કરવા માટેની પરિભાષા બદલવાનું નક્કી કર્યું છે. ગરીબ કોને ગણવા તે તેની આવક નહીં પણ તે કઈ રીતનું જીવન જીવી રહ્યા છે તેના આધારે નક્કી થશે. શિક્ષણ, રહેણાંક, સ્વચ્છતાની ગુણવત્તા, જાગૃત્તિ, પાણી જેવી સુવિધાઓને જીવન સ્તર સાથે જોડી દેવામાં આવશે. જેમાં ગરીબી લોકો એટલે એ નહીં કે તે માત્ર ભૂખમરાનો સામનો કરી રહ્યાં હોય. ગરીબી એટલે ભૂખમરો નહીં પણ વિકસીત આર્થવ્યવસ્થા ગણી લેવામાં આવી છે. પણ તેની સાથે બીજા અનેક માપદંડો જોડી શકાય છે. હાલ ગરીબીનો મોપદંડ જીવન જરૂરિયાતની વસ્તુઓ, આહાર, રહેઠાણ, પોષાક, વગેરે પાયાની જરૂરીયાતોને લક્ષમાં રાખીને નક્કી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીના સંશોધન મુજબ, કોરોનાથી ભારતમાં 10.4 કરોડ નવા ગરીબોનો જન્મ થશે. હાલ લગભગ 81.2 કરોડ લોકો ભારતમાં ગરીબી રેખાની નીચે જીવે છે.

નીચા મધ્યમ વર્ગની એક દિવસની કમાણી રૂ.75 ગણી શકાય એવું વિશ્વ બેંકે નક્કી કરી લીધું છે. તે માટે 8 ટકા જીડીપી વધારવો પડે. ભારતને નીચા સ્તરના મધ્યમ વર્ગનો દેશ ગણવામાં આવ્યો છે. જોકે ગરીબી દૂર કરાવા માટે સરકારી યોજનાઓ કરતાં નોકરી વધે તે જરૂરી માનવામાં આવે છે. જો 8 ટકા જીડીપી વધે તો નોકરી વધે અને તો જ ગરીબી દૂર કરી શકાશે. વિશ્વ બેંકે જાહેર કર્યું છે કે ભારત ગરીબીને દૂર કરવા માટે ઝડપથી કામ કરી રહ્યો છે.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!