GSTV

માસ પ્રમોશન / પ્રથમ વાર ધોરણ 10નું સ્કૂલોએ તૈયાર કરેલું પરિણામ ઓનલાઈન જ જાહેર થશે, આ તારીખે આવશે

Last Updated on June 24, 2021 by Dhruv Brahmbhatt

ધોરણ 10માં આ વર્ષે બોર્ડ પરીક્ષા રદ થતા માસ પ્રમોશન અપાયું છે જેનું પરિણામ સ્કૂલોને તૈયાર કરવા અપાયું છે ત્યારે બોર્ડ દ્વારા હવે થોડા દિવસમાં ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવાશે અને જે સ્કૂલોએ તૈયાર કરેલું હશે તે જ ઓનલાઈન મુકવામા આવશે. 24મીએ પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે.

CBSE 10th Result

પરિણામ 24મીએ ઓનલાઈન જાહેર કરી દેવાય તેવી શક્યતા

ગુજરાત બોર્ડ દ્વારા ધો.10ની સત્રાંત અને એકમ કસોટીના આધારે પરિણામની ગણતરી કરી આકારણી કરવા સ્કૂલોને આપવામાં આવી છે. સ્કૂલોએ માર્કસની ગણતરી કરીને બોર્ડના પોર્ટલ પર માર્કસ અપલોડ કરી દીધાં છે. ગુજરાત બોર્ડ દ્વારા હવે સ્કૂલોએ તૈયાર કરેલ પરિણામને આખરી ઓપ આપી વેબસાઈટ પર મૂકી દેવાશે. આ પરિણામ 24મીએ ઓનલાઈન જાહેર કરી દેવાય તેવી શક્યતા છે. જો કે બોર્ડ દ્વારા સપ્તાહના અંત સુધીમાં પરિણામ જાહેર કરવાની અગાઉ જાહેરાત થઈ છે.

RESULT

પ્રથમવાર બોર્ડ દ્વારા પરીક્ષા વગર જ ઓનલાઈન પરિણામ જાહેર કરવુ પડે તેવી સ્થિતિ છે. સ્કૂલોએ તૈયાર કરેલ વિદ્યાર્થીઓના બોર્ડની ફોર્મ્યુલા મુજબના પરિણામને જ ફાઈનલ કરવાનુ છે ત્યારે કેટલીક સ્કૂલોએ વિદ્યાર્થીઓને પહેલેથી પરિણામની જાણ કરી દીધી છે. ઘણી સ્કૂલોએ વાલીઓને મૌખિક પરિણામ જણાવી દીધા છે. જ્યારે કેટલીક સ્કૂલોમાં પરિણામના આધારે ધો.11માં પ્રવેશ પણ આપી દેવાયા છે અને કેટલીક સ્કૂલોએ પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!