GSTV
Gujarat Government Advertisement

Big News : ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, જાણો કઇ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે

Last Updated on March 5, 2021 by Pravin Makwana

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે. મહત્વનું છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર થઇ ગયું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10મેથી શરૂ થશે. ત્યારે 10મેથી શરૂ થનારી દસમા ધોરણની પરીક્ષા માટે પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ જાહેર કરાઇ હતી. પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફોર્મ ભરવાની તારીખ લંબાવીને 15 માર્ચ સુધી વધારી દીધી છે.

અગાઉ પાંચ માર્ચ સુધી તારીખ જાહેર કરાઇ હતી

ઉલ્લેખનીય છે કે, 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થઈ રહી છે. મહત્વનું છે કે પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ જાહેર કરાઇ હતી. જે વધારીને 15 માર્ચ કરી દેવાઇ છે. આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે.આ પહેલા કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ

Dhruv Brahmbhatt

કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ

Dhruv Brahmbhatt

28 જૂનથી અમરનાથ યાત્રાનો શુભારંભ, જાણો કેવી રીતે કરાવી શકશો ઓનલાઇન રજિસ્ટ્રેશન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!