Last Updated on April 6, 2021 by Dhruv Brahmbhatt
કોરોના મહામારીકાળ દરમિયાન લોકો સામે રોજગાર એક મોટી સમસ્યા સાબિત થઈ રહી છે. દેશમાં ફરી એક વખત કોરોનાએ પગ પેસારો કર્યો છે. આજે પણ લોકો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં સરકારની યોજનાઓનો લાભ લઇ સ્વરોજગાર શરૂ કરવાનો વિકલ્પ સારો સાબિત થઇ રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં હજારો લોકોએ નવા સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે.

સ્વરોજગારમાં સૌથી મોટો પડકાર મૂડીનો આવે છે. એવામાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ ખૂબ જ કામ આવે છે. આવી જ એક યોજના છે સ્ટેન્ડ-અપ ઇન્ડિયા (Stand up India Scheme). વિશેષ રીતે મહિલાઓ, અનુસૂચિત જાતી (એસસી) અને અનુસૂચિત જનજાતી (એસટી) સમુદાય માટે આ યોજના 5 એપ્રિલ 2016ના રોજ શરૂ થઈ હતી. આ 5 વર્ષોમાં 1,14,322થી વધુ એકાઉન્ટમાં 25,586 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.
2025 સુધી યોજાનાનો વિસ્તાર
સરકારે 2025 સુધી આ યોજનાનો વિસ્તાર કર્યો છે. એટલે આગામી 4 વર્ષ સુધી લોકો આ યોજાનાનો લાભ લઇ શકશે. સ્ટેન્ડ-અપ ઇન્ડિયાનો ઉદ્દેશ મહિલાઓ, અનુસૂચિત જાતી (એસસી) અને અનુસૂચિત જનજાતી (એસટી) સમુદાયના લોકો વચ્ચે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે.
સ્ટેન્ડ-અપ ઇન્ડિયાા કેમ?
સ્ટેન્ડ-અપ ઇન્ડિયાા યોજના એસસી, એસટી અને મહિલા સાહસિકોને સાહસ સ્થાપવા, લોન મેળવવા અને વેપારમાં સફળતા માટે જરૂરી અન્ય સમર્થનની સુવિધા આપવાની માન્યતા પર આધારિત છે. આ યોજના વેપાર માટે અનૂરુળ વાતાવરણ બનાવવા માટે પ્રયાસ કરે છે.
આ યોજના, બેંક શાખાઓ પાસેથી લોન લઇ સાહસ શરૂ કરવા ઇચ્છતા લોકોને લોન આપવાની સુવિધા પૂરી પાડે છે. અનુસૂચિત વાણિજ્ય બેંકની તમામ શાખાઓને કવર કરતી આ યોજનાનો લાભ ત્રણ રીતે પ્રાપ્ત કરી શકાય છે.
ક્યાંથી મળશે લોન?
સીધા બેંકથી
સ્ટેન્ડ-અપ ઇન્ડિયા પોર્ટલ (www.standupmitra.in) પરથી
લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM)ના માધ્યમથી

લોન માટે કોણ છે પાત્ર?
18 વર્ષથી વધુ ઉંમરના એસસી/એસટી અને મહિલા સાહસિક
યોજના હેઠળ લોન માત્ર ગ્રીન ફિલ્ડ યોજનાઓ (નિર્માણ, સેવા અથવા વેપાર ક્ષેત્ર અને કૃષિ સંબંધિત ગતિવિધિઓ) માટે ઉપલબ્ધ છે.
બિન-વ્યક્તિગત સાહસિકોના કિસ્સામાં 51 ટકા ભાગીદારી અને નિયંત્રણ ભાગીદારી એસસી/એસટી અથવા મહિલા સાહસિક પાસે હોવી જોઇએ.
લોન મેળવનાર વ્યક્તિ કોઇ બેંક/નાણાકિય સંસ્થાઓમાં બ્લેક લિસ્ટ ના હોવી જોઇએ
સ્ટેન્ડ-અપ ભારતના મુખ્ય ઉદ્દેશો
મહિલાઓ, એસસી અને એસટી સમુદાયના લોકો વચ્ચે સાહસિકોને પ્રોત્સાહન આપવું
તૈયાર અને તાલીમાર્થી બંને પ્રકારના લોકોને નિર્માણ, સેવા અથવા વેપાર ક્ષેત્ર અને કૃષિ સાથે સંબંધિત ગતિવિધિઓમાં ગ્રીનફિલ્ડ લોન આપવી.
અનુસૂચિત વ્યાપારી બેંકોની દરેક બેંક શાખા દ્વારા ઓછામાં ઓછી એક મહિલા અને એસસી / એસટી જનજાતીના ઓછામાં ઓછા એક લોન મેળવનારને
10 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીની બેંક લોન આપવી.
Also Read
- કામની વાત/ હવે એડ્રેસ પ્રુફ વિના મળશે LPG ગેસ કનેક્શન, આ નિયમોમાં થયો ફેરફાર
- અમારી પાર્ટી પાસે 65 ધારાસભ્યો છે, સરકાર અમને કામ બતાવે, અમે સાથે મળીને જનતાની મદદ કરીશું
- ડ્યુટી સાથે માતૃત્વની ફરજ/ કોરોના કાળમાં માસુમ બાળક સાથે મહિલા પોલીસ કર્મચારી ઓન ડ્યુટી, કરફ્યૂમાં બજાવી રહી છે ફરજ
- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર / ઉધ્ધવ ઠાકરેએ પીએમ સાથે કરી વાત, 1500 મેટ્રિક ટન ઓક્સિજન એરલીફ્ટથી મોકલાવવા કરી માગ
- આધાત: કોરોનાકાળમાં મસીહા બનીને ઉભરેલા એક્ટર સોનુ સુદ કોરોના પોઝિટીવ, થયો કોરન્ટીન
