GSTV
Finance Trending

બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે 1 કરોડની લોન, આવી રીતે કરવું પડશે આવેદન

મોદી સરકારની સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને તમામ વર્ગની મહિલાઓને વ્યવસાય કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનામાં, વિવિધ વર્ગના લોકોને નવો ધંધો શરૂ કરવા માટે 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીની બિઝનેસ લોન આપવામાં આવે છે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનામાં આર્થિક સહાયની સહાયથી, તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે વડા પ્રધાન મોદીએ 2016 માં સ્ટેન્ડ અપ ઈન્ડિયા લોન સ્કીમની શરૂઆત કરી હતી.

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાના લાભો

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના હેઠળ ખૂબ રાહત દરે લોન ઉપલબ્ધ કરાવાઈ રહી છે. વ્યવસાયની શરૂઆત કરવા દરમિયાન પ્રથમ 3 વર્ષ માટે આવકવેરામાં પણ છૂટછાટ અપાય છે. આ પછી આ બેઝ રેટ સાથે 3% વ્યાજ દર લાગે છે. જો કે ટેનર પ્રીમિયમથી વધુ નથી થઈ શકતો. આ લોન ચુકવવા માટે 7 વર્ષનો સમય મળે છે. જો કે મોરેટોરિયમનો સમય 18 મહિનાનો રહે છે. 

સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના હેઠળ કોણ  લઈ શકે છે લોન?

લોન માટે અરજી કરનાર અનુસૂચિત જાતિ – જનજાતિ અથવા મહિલા વર્ગના ઉદ્યમી હોવા જોઈએ. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. સરકારની આ લોન સ્કીમ ફક્ત ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ માટે છે, અર્થાત્ લોન લેનારા લાભાર્થીનો પહેલા વ્યાપાર -ધંધો હોવો જોઈએ. લોન માટે અરજી કરનાર કોઈ પણ બેંક અથવા સંસ્થા દ્વારા ડિફોલ્ટર જાહેર ન થયેલો હોવો જોઈએ.

લોન અરજી માટે જરૂરી દસ્તાવેજો

  • સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનામાં કોઈપણ ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર વગેરેમાંથી કોઈપણ એક હોવું જોઈએ.
  • અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જ્યારે મહિલાઓ માટે જાતિ પ્રમાણપત્રની જરૂરિયાત નથી.
  • બિઝનેસ એડ્રેસના પ્રમાણપત્ર – સર્ટી તરીકે પાનકાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, બેંકએકાઉન્ટ સ્ટેટમેન્ટ અને આઈટી રિટર્ન મતલબની કોપી હોવી જોઈએ.
  • જો વ્યવસાયિક જગ્યા ભાડા પર હોય તો તેના માટે ભાડાકરારની જરૂરિયાત રહે છે.

કેવી રીતે કરવી જોઈશે અરજી

  • જો તમે પાત્રતાની શરતોને પૂર્ણ કરો છો, તો તમે કોઈપણ બેંકમાં જઈને લોન લઈ શકો છો. તે જ સમયે, સ્ટેન્ડ-અપ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ standupmitra.in પર જઈને પણ ઓનલાઇન લોન માટે અરજી કરી શકાય છે.
  • વેબસાઇટ ઓપન થતાંજ તમને ડાબી બાજુએ નીચેની તરફ you may Access loan લખેલું દેખાશે. જેમાં તમારે apply here વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • એપ્લાય હીયર પર ક્લિક કરતાં નવી વિન્ડો ખુલશે. અહીં તમારો મોબાઈલ નંબર, નામ અને ઈમેઈલ આઈડી વગેરે વિગતો ભરવાની રહેશે. આ પછીથી જનરેટ ઓટીપી પર ક્લિક કરવાની હશે.
  • આપેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. જે પછી સુચના મુજબ અરજીપ્રક્રિયા પૂરી કરવાની રહેશે. સ્ટેન્ડ અપ ઈન્ડિયાની અધિકારીક વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકો છો.

READ ALSO

Related posts

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી

GSTV Web Desk

Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો

Binas Saiyed

Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ

Binas Saiyed
GSTV